ઓફિસમાં કેમ જોવા મળે છે રિવોલ્વિંગ ચેર? કારણ જાણીને ચોંકી ઉઠશો…
![](/wp-content/uploads/2025/02/revolving-chairs-in-offices.jpg)
આપણે મોટાભાગની સરકારી ઓફિસ, કોર્પોરેટ ઓફિસ કે નોર્મલ ઓફિસમાં પણ જોયું હશે તો દરેક ઓફિસમાં અલગ અલગ પ્રકારની ડિઝાઈનની ચેર જોવા મળે છે. આ તમામ ચેરમાં એક કોમન વસ્તુ હોય છે અને તે છે આ ખુરશીઓ પૈડાવાળી એટલે કે રિવોલ્વિંગ ચેર હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ ચેર પૈડાવાળી કેમ હોય છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
Also read : મેનોપોઝ અને હાર્ટ એટેકને શું છે સંબંધઃ ખોટી વાતોમાં આવ્યા પહેલા આ વાંચી લો
તમે જોયું હશે તો મોટાભાગની ઓફિસમાં રિવોલ્વિંગ ચેર જ હોય છે અને સાદી ખુરશીઓ કે જે આપણા ઘરમાં જોવા મળે છે. પરંતુ આવું કેમ હોય છે એના કારણ વિશે વાત કરીએ. આ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો.
ઓફિસમાં રિવોલ્વિંગ ચેર કેમ રાખવામાં એના પાછળના કારણની વાત કરીએ તો આ પ્રકારની ખુરશીઓ આરામદાયક હોય છે, સાદી ખુરશીઓની સરખામણીએ. ઓફિસમાં પણ કર્મચારીઓને લાંબા સમય સુધી બેસીને કામ કામ કરવું પડે છે એટલે સીટિંગ આરામદાયક હોવું ખૂબ જ આવશ્યક છે. આ એક સૌથી મોટું કારણ છે કે ઓફિસમાં રિવોલ્વિંગ ચેર રાખવામાં આવે છે.
ઓફિસમાં જોવા મળતી રિવોલ્વિંગ ચેર રાખવાના બીજા મહત્ત્વના કારણો વિશે વાત કરીએ તો આ ચેર આરામદાયક હોવાની સાથે સાથે જ આ ચેરની મદદથી એક જગ્યાએ બીજી ખૂબ જ સરળતાથી જઈ શકાય છે. આ જ કારણ છે કે ઓફિસમાં આ પ્રકારની ચેર રાખવામાં આવે છે. એટલું જ નહીં નોર્મલ ચેરની કમ્પેરિઝનમાં આ પ્રકારની ચેર વધારે વજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
રિવોલ્વિંગ ચેર રાખવાના ત્રીજા કારણ વિશે વાત કરીએ તો મોટાભાગની ઓફિસમાં વ્હાઈટ અને લાઈટ કલરની ટાઈલ્સ કે માર્બલની ફ્લોરિંગ હોય છે. આવી ફ્લોરિંગ પર જો સાદી ખુરશી રાખવામાં આવે તો ફ્લોરિંગ ખરાબ થવાના ચાન્સીસ છે. ચેરમાં વ્હીલ હોવાને કારણે ફ્લોરિંગ પર સ્ક્રેચ નથી પડતાં.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે ઓફિસમાં રિવોલ્વિંગ ચેર કેમ રાખવામાં આવે છે એની તો નોર્મલ ચેરને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવે છે તો અવાજ થાય છે અને અગાઉ કહ્યું એમ એને કારણે ફ્લોરિંગ ખરાબ પણ થાય છે એટલે પણ મોટાભાગની ઓફિસમાં રિવોલ્વિંગ ચેર મૂકવામાં આવે છે.
Also read : બોલો ચોર અને સંસ્કારીઃ સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
છે ને એકદમ હટકે અને ચોંકાવનારા કારણો? આવી જ બીજી રસપ્રદ અને ઈન્ફોર્મેટિવ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.