નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. ત્યારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi)દિલ્હીના લોકોનો આભાર માન્યો અને પાર્ટી કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે દિલ્હીમાં વિકાસ અને સુશાસનનો વિજય થયો છે. પીએમ મોદી ફરી એક વાર કહ્યું હતું કે દિલ્હીના વિકાસમાં કોઇ કસર છોડવામાં નહિ આવે.
Also read : દિલ્હી ચૂંટણીમાં જીત બાદ સાંજે પીએમ મોદી કરશે સંબોધન, કાર્યકર્તાઓ જશ્નમાં ડૂબ્યા
આ ઉપરાંત પીએમ મોદીએ દિલ્હી ભાજપના કાર્યકરોને અભિનંદન આપતા લખ્યું, મને મારા બધા ભાજપ કાર્યકરો પર ખૂબ ગર્વ છે. જેમણે આ વિશાળ જનાદેશ માટે દિવસ-રાત મહેનત કરી. હવે અમે દિલ્હીવાસીઓની સેવા કરવા માટે વધુ મજબૂત રીતે સમર્પિત થઈશું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા
દિલ્હીમાં ભાજપના વિજય મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે જુઠ્ઠાણાના શાસનનો અંત અને વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત થઇ છે. તેમણે કહ્યું કે રાજધાનીના મતદારોએ વચન તોડનારા લોકોને એક એવો પાઠ શીખવ્યો છે જે ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બનશે.
વિશ્વની નંબર વન રાજધાની બનાવવા માટે કટિબદ્ધ
તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચંડ જનાદેશ બદલ લોકો અને ભાજપના કાર્યકરોને અભિનંદન આપ્યા અને કહ્યું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટી તેના તમામ વચનો પૂરા કરીને દિલ્હીને વિશ્વની નંબર વન રાજધાની બનાવવા માટે કટિબદ્ધ છે.
Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
દિલ્હીના હૃદયમાં પીએમ મોદી
અમિત શાહે એક્સ પર અન્ય પોસ્ટ્સમાં જણાવ્યું કે દિલ્હીના હૃદયમાં પીએમ મોદી છે. દિલ્હીના લોકોએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહેલ નો નાશ કરીને દિલ્હીને આપત્તિમુક્ત બનાવવાનું કામ કર્યું છે. દિલ્હીએ વચન તોડનારાઓને એક એવો પાઠ ભણાવ્યો છે. જે દેશભરમાં જનતાને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ બનશે. તેમણે દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમજ મોદીની ગેરંટી અને વિકાસના વિઝનમાં દિલ્હીવાસીઓના વિશ્વાસનો વિજય ગણાવ્યો.