રાલેગણ સિદ્ધિ, મહારાષ્ટ્ર: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે. ભાજપને બહુમત મેળવાની પ્રબળ શક્યતાઓ છે. સામાજિક કાર્યકર અન્ના હજારેએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે શનિવારે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર તેમણે સત્તા અને પૈસાથી પ્રભાવિત થવાનો આક્ષેપ કર્યો હતો.
દિલ્હીમાં આપ સરકારની પડતી વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, મેં કેજરીવાલને અને લોકોને હંમેશા કહ્યું છે કે રાષ્ટ્રીય ઉમેદવારનું વર્તન અને વિચાર શુદ્ધ હોવા જોઈએ તેમનું જીવન દોષરહિત અને બલિદાનથી ભરેલું હોવું જોઈએ. લોકોને કેજરીવાલની નવી પાર્ટીમાં વિશ્વાસ હતો, પરંતુ પાછળથી દિલ્હીમાં દારૂની દુકાનોની સંખ્યા વધવાને કારણે અરવિંદ કેજરીવાલની છબી ખરડાવા લાગી હતી.
Also read: કેજરીવાલ વિધાનસભ્ય પણ નહીં રહે, ફરી જશે જેલમાંઃ જાણો કોણે કહ્યું
તેઓ સમજી શક્યા નહીં કે નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી એ ભગવાનની પૂજા છે. તેઓ ખોટા રસ્તે ચાલ્યા ગયા હતા. પૈસો અને દારૂ અરવિંદ કેજરીવાલને ગળી ગયા. ભ્રષ્ટાચાર અને દારૂ કૌભાંડને કારણે અરવિંદ કેજરીવાલની છબી ખરડાઇ હતી. મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે જૂઠું ના બોલો અને દારૂ અને પૈસાથી દૂર રહો, પરંતુ અરવિંદે મારી વાત બિલકુલ નહીં સાંભળી અને એ પોતાનું ધાર્યું જ કરતો રહ્યો. ખરેખર સત્તાનો નશો માણસને બરબાદ કરી નાખે છે. દિલ્હી વિધાન સભા ચૂંટણીના વલણો દર્શાવી રહ્યા છે કે કેજરીવાલ દિલ્હીની ચૂંટણી હારી રહ્યા છે. તેઓ તેમની ખુદની બેઠક પરથી પણ હારી ગયા છે. તેમના હાથમાંથી દિલ્હી જઇ રહ્યું છે.