નવી દિલ્હીઃ ઈસરો ચંદ્રયાનની ઐતિહાસિક સફળતા પછી હવે ગગનયાનની મિશનની તૈયારીઓ હાથ ધરી છે. ભારતના ગગનયાન મિશનની પ્રગતિ સંબંધમાં જાણકારી મેળવવા અને ભારતના અવકાશી સંશોધન પ્રયાસોના ભાવિ વ્યૂહરચના ઘડવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. અહીંની મીટિંગ દરમિયાન અવકાશ વિભાગે ગગનયાન મિશનની વિસ્તૃત માહિતી આપી કરી હતી, જેમાં માનવ-રેટેડ લોન્ચ વ્હીકલ અને સિસ્ટમ લાયકાત જેવી અત્યાર સુધી વિકસિત વિવિધ તકનીકોનો સમાવેશ થાય છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે ભારતે 2040 સુધીમાં ચંદ્ર પર એસ્ટ્રોનેટને મોકલવા અને 2035 સુધીમાં સ્પેસમાં એક સ્ટેશન બનાવવાનું લક્ષ્યાંક રાખવું જોઈએ. વૈજ્ઞાનિકોને પીએમ મોદીએ નવા લક્ષ્યાંકો અન્વયે વિનસ ઓર્બિટર મિશન અને મંગલ લેન્ડર પર પણ કામ કરવા જણાવ્યું હતું.
સરકાર વતીથી જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર મીટિંગ દરમિયાન એ વાત પર ધ્યાન રાખવામાં આવશે, જેમાં હ્યુમન રેટેડ લોન્ચ વ્હિકલ (એચએલવીએમથ્રી)ના ત્રણ અનક્રૂડ મિશન સહિત લગભગ 20 મુખ્ય પરીક્ષણની યોજનાઓ બનાવી છે.
ક્રૂ એસ્કેપ સિસ્ટમ ટેસ્ટ વ્હીકલની પ્રથમ નિદર્શન ફ્લાઇટ 21 ઓક્ટોબરના રોજ નિર્ધારિત છે. મીટિંગે 2025 માં મિશનની શરૂઆતની પુષ્ટિ કરી અને તેની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની ક્ષમતાઓ અને કાર્યકુશળતા સમગ્ર દેશને જ નહીં, પરંતુ દુનિયાને વિશ્વાસ છે. તમે ભારતનું નામ અનંત અંતરિક્ષ સુધી વધારીશું.
Taboola Feed