નેશનલ

PPF અને સુકન્યા યોજનામાં રોકાણ કરો છો? તો જાણી લેજો મહત્વના સમાચાર

શેર બજારમાં ઘણી અસ્થિરતા હોય છે, તેથી લોકો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની બચત યોજનાઓમાં નાણા રોકવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે. સરકાર તેના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. ભારતીય રિઝર્વ બેન્ક રેપોરેટમાં ઘટાડો કર્યો છે. ત્યારબાદ નાણામંત્રાલય આગામી નાણાકીય વર્ષમાં નાની બચત યોજનાઓ માટેના દર ઘટાડી શકે છે, આવી માહિતી એક સરકારી અધિકારીએ આપી હતી.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રેપોરેટમાં હવે ઘટાડો થવાથી માર્કેટમાં તરલતા વધશે જેને કારણે હવે એફડી પરના વ્યાજતર માં ઘટાડો થઈ શકે છે. હાલમાં નાના રોકાણકારોને નાની બચત પર વધારે વ્યાજ મળી રહ્યું છે. આમ તેમણે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો થવાનો સંકેત જ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વ્યાજદરોની સમીક્ષા કરવામાં આવશે અને એક એપ્રિલ 2025 પહેલાં તેની જાહેરાત કરવામાં આવશે. અગાઉ નાણા મંત્રાલયે 31 ડિસેમ્બરે માર્ચ 2025ના ક્વોટર માટે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી હતી. સતત ચોથા ક્વાર્ટરમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.

Also read: ત્રણ દિવસ બાદ પીપીએફ એકાઉન્ટ હોલ્ડરને મળી શકે છે Good News

હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણ ઉપર 8.2% વ્યાજ આપવામાં આવે છે. કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7 ટકા વ્યાજ આપવામાં આવે છે જ્યારે પોસ્ટ ઓફિસની રિકરીંગ ઇન્કમ સ્કીમ પર 7.4 ટકા અને પીપીએફ પર 7.1 ટકા વ્યાજ મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button