દિલ્હી ચૂંટણી પરિણામઃ AAPના મુખ્ય પ્રધાન પદના ત્રણેય ચહેરા પાછળ
![Delhi Election Results: Here are 5 reasons for Aam Aadmi Party's defeat in Delhi](/wp-content/uploads/2025/02/aap-3-cm-face-back.webp)
નવી દિલ્હીઃ દિલ્હીની 70 વિધાનસભા સીટોની (delhi assembly election results) મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં ભાજપે બહુમતનો આંકડો પાર કર્યો છે. ભાજપ 44 બેઠક, આપ 25 બેઠક અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જોકે આ દરમિયાન આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન પદના ત્રણેય ચહેરા પાછળ ચાલી રહ્યા છે.
નવી દિલ્હી સીટ પરથી આપના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ 1500 મતથી પાછળ ચાલી રહ્યા છે. કાલકાજી સીટ પરથી મુખ્ય પ્રધાન આતિશી 900 મતથી પાછળ છે. જંગપુરાથી મનીષ સિસોદીયા પાછળ છે.
ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલમાં (exit poll) ભારતીય જનતા પાર્ટી (BJP) 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી રહી હોવાનું અનુમાન લગાવાયું હતું. જોકે આમ આદમી પાર્ટીના (AAP) કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો…Delhi election results: આ છ મુસ્લિમ મતદાર સંઘો પર સૌની નજર
મુખ્ય પ્રધાન આતિશીએ શું કહ્યું
દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી અને કાલકાજીથી આપના ઉમેદવાર, આતિશીએ કહ્યું કે, આ કોઈ સામાન્ય ચૂંટણી નહોતી પણ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ હતી, શાંતિ અને ગુંડાગીરીની લડાઈ હતી. મને વિશ્વાસ છે કે, દિલ્હીના લોકો આપ અને અરવિંદ કેજરીવાલ સાથે ઊભા રહેશે અને કેજરીવાલ ચોથી વખત મુખ્ય પ્રધાન બનશે.