નેશનલ
ભાજપ અને આપ વચ્ચે ટક્કર, કૉંગ્રેસ આઉટ ઓફ પિક્ચર
નવી દિલ્હીઃ દિલ્હીથી આખો દેશ 60 વર્ષ સુધી ચલાવનારી કૉંગ્રેસ આજે આવી રહેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં ક્યાંય દેખાતી નથી. સતત 15 વર્ષ સુધી શીલા દીક્ષિતે દિલ્હી પર કૉંગ્રેસના શાસનની બાગડોર સંભાળી છે. કેન્દ્રમાં અને દિલ્હીમાં એક જ પક્ષની સરકાર હોવાથી બન્નેને ઘણો ફાયદો થયો છે, પરંતુ 2014 બાદ કૉંગ્રેસ દિલ્હીમાં પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહી છે.
આજના પરિણામોમાં બે વાર સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીને પાછળ રાખી ભાજપ આગળ નીકળી જશે તેમ જનાઈ રહ્યું છે ત્યારે કૉંગ્રેસને માત્ર એકાદ બે બેઠકથી સંતોષ માનવો પડે તેવું ચિત્ર બહાર આવી રહ્યું છે.
આ પણ વાંચો…Breaking News: ખરાખરીના જંગમાં ભાજપે બહુમતનો આંકડો પાર તો કર્યો પણ…
કેન્દ્રમાં અને રાજ્યોમાં સતત હારતી કૉંગ્રેસે ફરી માત્ર કારમી હાર નહીં પણ નાલેશીભરી સ્થિતિમાં મૂકાવું પડશે તેમ સ્પષ્ટ જણાય છે.