ગુજરતના છોટા ઉદેપુરમાં ભયાનક ઘટનાઃ કપાસ વેચવા ગયેલા બાપ-દીકરા સાથે આવો વ્યવહાર
![gujarat police transfer](/wp-content/uploads/2024/04/Jignesh-MS-25.jpg)
છોટાઉદેપુરઃ વડોદરા નજીક આવેલા છોટા ઉદેપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં જીનિંગ મિલમાં બાપ-દીકરાને થાંભલા સાથે દોરડાંથી બાંધી દેવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે. સંખેડા તાલુકાના હદોદ ગામમાં દિનેશ બારૈયા અને તેમનો પુત્ર કૌશિક બારૈયા સાથે જીનિંગ મિલના માલિકોએ આવો વ્યવહાર કર્યો હતો અને તેમને થાંભલે બાંધી દીધા બાદ ભીડે પણ તેમની સાથે દુરવ્યવહાર કર્યો હોવાની માહિતી મળી છે.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને જણે કોઈ ઝેરી પીણું પી લીધું હતું અને તેમને વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ થઈ રહી છે, પરંતુ મીડિયા અહેવાલ અનુસાર દિનેશ બારેયાના જણાવ્યા પ્રમાણે તેઓ કપાસ લઈને જિનિંગ મિલમાં ગયા હતા. અહીં કપાસના વજન મામલે મિલ માલિક સાથે નજીવી બોલાચાલી થઈ હતી અને તેમણે બન્નેને થાંભલાથી બાંધી દીધા હતા.
Also read: છોટા ઉદેપુરમાં નકલી કચેરી ખોલવાના માસ્ટર માઈન્ડ સંદીપ રાજપૂતનું હાર્ટ એટેકથી મોત
જ્યારે મિલ માલિકનું એમ પણ કહેવાનું છે કે બન્ને નશાની હાલતમાં હતા. વજન બાબતે માથાકૂટ કરતા હતા. આથી મિલમાં હાજર લોકોએ તેમની પકડી બાંધી દીધા હતા અને પોલીસને જાણ કરી હતી.
આ ઘટનામાં પોલીસ સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.