ટોપ ન્યૂઝનેશનલ

બેંકના કામ પતાવી લેજો! બેંક કર્મચારીઓ 2 દિવસની દેશવ્યાપી હડતાળ પર ઉતરશે…

નવી દિલ્હી: બેંકના કામને લઈને ખાતાધારકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કારણ કે આવતા મહિને સરકારી બેંકોમાં બે દિવસની હડતાળ થવા જઈ રહી છે. એટલે કે દેશભરમાં બેંકો બે દિવસ બંધ રહેશે. બેંક યુનિયનોએ માહિતી આપતા કહ્યું છે કે તેમની માંગણીઓને લઈને 24 માર્ચથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

Also read : ઓફીસમાંથી રજા ન મળી તો સહકર્મીઓ પર ચાકુ વડે હુમલો કર્યો! કોલકાતાનો ચોંકાવનારો બનાવ…

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, નવ બેંક કર્મચારી યુનિયનોની છત્ર સંસ્થા, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારી/અધિકારી ડિરેક્ટરોની જગ્યાઓ ભરવા માટે પણ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

યુનિયનની શું છે માંગ?
UFBUએ માહિતી આપતા જણાવ્યું હતું કે 24 અને 25 માર્ચ 2025 ના રોજ સતત બે દિવસની હડતાળ સાથે હડતાળ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિયને પ્રદર્શન સમીક્ષાઓ અને પ્રદર્શન-આધારિત પ્રોત્સાહનો અંગેના નાણાકીય સેવાઓ વિભાગ (DFS)ના તાજેતરના નિર્દેશોને તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે.

Also read : SBI, PNB અને Canara Bank માં છે બેંક એકાઉન્ટ? 11મી ફેબ્રુઆરીથી બદલાશે આ નિયમો, અત્યારે જાણી લેશો તો…

કયા સંગઠનોનો સમાવેશ?
UFBUના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI)નો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button