આપણું ગુજરાત

અમદાવાદીઓને મોટી ભેટ, હવે 2 વાગ્યા સુધી મેટ્રો મળશે

નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને ખેલૈયાઓની સુવિધાઓમાં ઓર એક વધારો થવા જઇ રહ્યો છે. અમદાવાદમાં હવે ખેલૈયાઓ કોઇ ચિંતા વગર મોડી રાત સુધી ગરબા રમી શકશે. 15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો થનગનાટ છવાયેલો રહેવાનો છે ત્યારે સરકાર તરફથી ખેલૈયાઓને અવનવી ભેટ મળી રહી છે.

પહેલા તો સરકારે રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા ચાલુ રાખવા અંગે મંજૂરી આપી છે અને હવે અમદાવાદમાં સ્થાનિક તંત્ર દ્વારા મેટ્રો સેવાને 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે રાત્રે 2 વાગ્યા સુધી ખેલૈયાઓ મેટ્રોનો ઉપયોગ કરી શકશે. અમદાવાદના દૂરના વિસ્તારોમાં ગરબા રમવા જતા ખેલૈયાઓ માટે આ એક મોટી રાહતના સમાચાર છે. જેનાથી ખેલૈયાઓને ઘણો જ ફાયદો થશે.


આ ઉપરાંત વધુ એક આવકારદાયક નિર્ણયમાં રસ્તા પર નડતરરૂપ ન હોય અને ટ્રાફિકજામ ન સર્જાતો હોય તો લારી પર ફૂડ આઇટમ્સ વેચતા વેપારીઓને પરેશાન ન કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. નવરાત્રિ સહિત તહેવારના સમયમાં તેઓ વેપાર-ધંધો કરી કમાણી કરી શકે તેથી તેમના પર કાર્યવાહી ન કરવા ગૃહ વિભાગે પોલીસકર્મીઓને સૂચના આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત