મનોરંજન

ટેક્નિશિયન ગેરહાજરઃ બંગાળી ફિલ્મો, ટીવી સિરિયલોના ડિરેક્ટરોએ શૂટિંગ બંધ કર્યું…

કોલકાતાઃ ટેક્નિશિયનોની ગેરહાજરીને કારણે ટીવી સિરિયલ અને ફિલ્મના શૂટિંગ ખોરવાઇ ગયા બાદ આકરું વલણ દાખવતા ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયા(ડીએઇઆઇ)એ ૭ ફેબ્રુઆરીથી સ્ટુડિયો ફ્લોરથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જેની અસર આજે ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર પડી શકે છે.

Also read : 59 વર્ષે ફરી પરણવાના અભરખા ઉપડ્યા આ હીરોને….

ગત વર્ષે જુલાઇમાં ટેક્નિશિયન એસોસિએશને ખાસ ડિરેક્ટર હેઠળ કામ કરવાનો ઇનકાર કર્યા પછી ડિરેક્ટરોએ અનિશ્ચિતકાળની હડતાળની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના હસ્તક્ષેપ બાદ ત્રણ દિવસ પછી માડાગાંઠનો અંત આવ્યો હતો.

કોલકાતા મનોરંજન ઉદ્યોગમાં તાજેતરનો વિચ્છેદ દિગ્દર્શક શ્રીજીત રોયે ફેસબુક લાઇવ પર ૨ ફેબ્રુઆરીથી તેમની ટીવી સિરિયલના પ્રી-શૂટ સેટ ડિઝાઇનના કામમાં અચાનક અવરોધની ફરિયાદ બાદ આવ્યો છે. ગત મહિને ટેક્નિશિયનોની ગેરહાજરીને કારણે દિગ્દર્શકો કૌશિક ગાંગુલી અને જોયદીપ મુખર્જીએ પણ શૂટિંગ શરૂ કરવાની યોજના મુલતવી રાખવી પડી હતી.

વરિષ્ઠ ફિલ્મ નિર્માતા સુદેશના રોયએ જણાવ્યું કે ડીએઇઆઇએ ગઇકાલે એક બેઠક યોજી હતી. અમે નિર્ણય લીધો કે આજથી અમારા કોઇ પણ સભ્ય તેમના પ્રોજેકટ્સના શૂટિંગમાં હાજર રહેશે નહીં. પ્રભાવિત ડિરેક્ટરો- બધા ડીએઇઆઇ સભ્યોએ દાવો કર્યો હતો કે ફેડરેશન ઓફ સિને ટેક્નિશિયન એન્ડ વર્કર્સ ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયાના અમુક આદેશોની ટીકા કરવા બદલ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Also read : Loveyapaની સ્ક્રીનિંગ પર લાઈમલાઈટ ચોરી લીધી Salman Khanની પેન્ટે, જાણો શું છે આખો મામલો….

ડીએઇઆઇના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના ઉચ્ચ અધિકારીઓનો એક વર્ગ રોય અને ગાંગુલીના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા ટેક્નિશિયનોને તેમની સાથે કામ કરવાનું બંધ કરવા માટે ઉશ્કેરી રહ્યો હતો. જે માત્ર ડિરેક્ટરો માટે અપમાનજનક જ નહીં પરંતુ ભારે નાણાકીય નુકસાન પણ પહોંચાડી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button