કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરી: ગાંધીધામમાં 12 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
ભુજ: કચ્છમાં નશાખોરીના વ્યાપક બની ચૂકેલા દુષણ વચ્ચે પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષ નગર વિસ્તારમાં સ્થિત એક્સપ્રેસ કુરિયરની ઓફિસ પર દરોડો પાડીને ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખની કિંમતનો 12 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: મુંદરાના મોટા કાંડાગરા પાસેથી ૧.૯ કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને પુરુષ ઝડપાયા
આ પ્રકરણમાં રાજીવ વિન્દેશ્વર રાય (ઉંમર 41 મૂળ બિહાર) અને સુભાષ દાહોર જાદવ (રહે. શાંતિધામ હરિઓમ નગર, ગાંધીધામ)ની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં ઓડિશાના અજય શાવ અને ગાંજાની ડિલિવરી લેનાર એક અન્ય શખ્સની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ પણ કુરિયર દ્વારા માદક પદાર્થો ધુસાડવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.