નેશનલ

મતગણતરી પૂર્વે આપની તૈયારીઓ પ્રારંભ; મનીષ સિસોદિયાએ કહ્યું “ભાજપનો ખેલ…

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવાની છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે જ આમ આદમી પાર્ટીએ રણનીતિ બનાવી છે. આજે અરવિંદ કેજરીવાલના અધ્યક્ષ સ્થાને આપના 70 ઉમેદવારોની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વાસ્તવિક પરિસ્થિતિની તાગ મેળવીને પાર્ટીના ઉમેદવારોને તમામ પ્રકારના પ્રલોભનોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત આવતીકાલે દિલ્હીમાં ત્રીજી વખત પૂર્ણ બહુમતીથી સરકાર બની રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

Also read : દિલ્હીના પરિણામો પૂર્વે આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધી, ACB કેજરીવાલ અને સંજય સિંહની કરી શકે પૂછપરછ

આપના ઉમેદવારોને ખરીદવાના પ્રયાસ

દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપે AAPના ઘણા ઉમેદવારોનો સંપર્ક કરીને તેને ખરીદવાના પ્રયાસ કર્યા છે. તેમણે કહ્યું હતું કે 15 કરોડ રૂપિયા અને મંત્રી બનાવવાનું વચન આપ્યું છે. જો કે આપના બધા ઉમેદવારો એક છે. એક્ઝિટ પોલથી નિરાશ થવાને બદલે, બધા ઉમેદવારોને કહેવામાં આવ્યું છે કે તેઓ જે તાકાતથી ચૂંટણી લડ્યા હતા તે જ તાકાતથી મતગણતરીની તૈયારી કરે.

Also read : Delhi Assembly election: ભાજપ AAPના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે! કેજરીવાલે બેઠક બોલાવી

શનિવારે ભાજપનો આખો ખેલ ખતમ

બેઠક બાદ AAP નેતા મનીષ સિસોદિયાએ કહ્યું કે આવતીકાલે શનિવારે ભાજપનો આખો ખેલ ખતમ થઈ જશે. આ દરમિયાન આપના નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ ઉમેદવારોએ પોતાના રિપોર્ટ આપ્યા છે. ઉમેદવારો તરફથી મળેલા અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ચોક્કસપણે દિલ્હીમાં 50 થી વધુ બેઠકો જીતશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button