આમચી મુંબઈ

નાશિકમાં એસ્ટેટ એજન્ટના ઘર પર બે હુમલાખોરે કર્યો ગોળીબાર…

નાશિક: નાશિકમાં એસ્ટેટ એજન્ટે ઘરની બહાર પાર્ક કરેલી કારને નુકસાન પહોંચાડ્યાના કેટલાક દિવસ બાદ તેના ઘર પર શુક્રવારે બે હુમલાખોરે ગોળીબાર કર્યો હતો.

Also read : વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનારા શિક્ષકની ધરપકડ

પોલીસના જણાવ્યા મુજબ નાશિકમાં પંચવટી ખાતે મ્હસરુલ વિસ્તારમાં વહેલી સવારે ગોળીબારની આ ઘટના બની હતી.
આ કેસનો ફરિયાદી સાઇ અંગદ ઉમેરવાલ (69) તેના એસ્ટેટ એજન્ટ પુત્ર અને પરિવાર સાથે પંચવટીના કલાનગર વિસ્તારમાં રહે છે. શુક્રવારે વહેલી સવારે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા શખસો ઉમરવાલના ઘર પર ગોળીબાર કરીને ફરાર થયા હતા. એ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઇ હતી.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી. પોલીસને ત્યાંથી ખાલી કારતૂસ મળી આવી હતી. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધીને આરોપીઓની શોધ આદરી હતી.

Also read : રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ગૃહિણી સાથે 29 લાખની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો…

કેટલાક દિવસ અગાઉ ઉમરવાલના ઘરની બહાર પાર્ક કરાયેલી કારને બે અજાણ્યા શખસે નુકસાન પહોંચાડ્યું હતું અને આ પ્રકરણે પોલીસે બિન-દખલપાત્ર ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button