આમચી મુંબઈ

શિંદે જૂથ ભાજપના પેટમાં ઉગી નીકળેલું એપેન્ડિક્સ, ગમે ત્યારે કાપી નાખવામાં આવશે: સંજય રાઉત…

મુંબઈ: શિવસેના શિંદે જૂથના ઓપરેશન ટાઈગરની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. એવી ચર્ચા થઈ રહી છે કે આગામી સંસદના સત્ર પહેલા શિવસેના ઠાકરે જૂથના છ સાંસદો શિવસેના શિંદે જૂથમાં જોડાશે. શિવસેના શિંદે જૂથના પ્રધાન ઉદય સામંતે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. ઉદય સામંતે એવો દાવો કર્યો હતો કે ઘણા લોકો અમારા સંપર્કમાં છે. આ સાંસદો ટૂંક સમયમાં પાર્ટીમાં જોડાશે. હવે, શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે ઓપરેશન ટાઈગર અંગે શિંદે જૂથ પર કટાક્ષ કર્યો છે.

Also read : કાંદિવલીના રહેવાસીઓએ જાતે જ દાયકા જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત લાવ્યા

સંજય રાઉતે કહ્યું હતું કે ઓપરેશન ટાઇગર, ઓપરેશન કમલ થવાની અફવા તેઓ ફેલાવી રહ્યા છે, પરંતુ એક ઓપરેશન પહેલેથી જ ચાલી રહ્યું છે. ગઈકાલે જ અમારા સંસદીય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે અમારા બધા સાંસદો હાજર હતા. તેમનો આંકડો ખોટો છે. છનો આંકડો ખોટો છે, તેમણે બધા જ સાંસદોની સંખ્યા કહેવી જોઈતી હતી. તેઓ ક્યા નશામાં વાત કરી રહ્યા છે, તેમણે પોતાની તબીબી તપાસ પૂર્ણ કરાવવી જોઈએ એમ તેમણે શિંદે-જૂથ પર કટાક્ષ કરતાં કહ્યું હતું.

સંજય રાઉતે આગળ કહ્યું હતું કે, ‘આ કેવા પ્રકારનું ઓપરેશન ટાઇગર છે?’ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રોજ તેમનું ઓપરેશન કરી રહ્યા છે. તેમનું રોજ અપમાન થઈ રહ્યું છે. શિંદે જૂથ ભારતીય જનતા પાર્ટીની અંદર વધતું એપેન્ડિક્સ છે. તેને ગમે ત્યારે કાપી નાખવામાં આવશે. તેમણે આ સમયે શિંદે જૂથ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ફડણવીસ અમારા કરતાં તમારું ઓપરેશન ચલાવી રહ્યા છે, તેથી તમારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ.

અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા 104 ભારતીયોને તેમની મુસાફરી દરમિયાન ત્રાસ આપવામાં આવ્યો હતો, આ અંગે સંજય રાઉતે કહ્યું કે અમેરિકા દ્વારા ભારતીયો સાથે કરવામાં આવતા વર્તનના પ્રત્યાઘાત ગઈકાલે સંસદમાં અનુભવાયા હતા. તેમની સાથે એવું વર્તન કરવામાં આવતું હતું જાણે તેઓ અલ-કાયદાના સહયોગી હોય. તેમને હાથ-પગ બાંધીને ઘસડવામાં આવ્યા હતા. જ્યારે તેમને ભારતીય ક્ષેત્રમાં લાવવામાં આવ્યા ત્યારે તેમને સાંકળોથી બાંધવામાં આવ્યા હતા. અમેરિકાએ દુનિયાને બતાવ્યું કે ભારતની કિંમત શું છે. ઘૂસણખોરીને કોઈ સમર્થન નહીં આપે, પણ માનવતા નામની એક વસ્તુ હોય છે.

Also read : બેન્કના 97.41 કરોડના ભંડોળની ઉચાપત:કૉંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્યની ધરપકડ…

જો ભારતીયોને નોટિસ અને સમન્સ જારી કરવામાં આવ્યા હોત તો સારું થાત. અન્ય દેશોએ અમેરિકામાં પોતાના વિમાનો મોકલ્યા હતા. દુનિયાએ ભારતનો તમાશો જોયો. ગઈકાલે રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અમેરિકાની વકીલાત કરી રહ્યા હતા. મોદી હવે ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે. તે દરમિયાન શું મોદી તે આ મુદ્દો ઉઠાવશે? અમે તેમને આ જ પૂછ્યું હતું. ભારતીયોના બંધનો ન હટાવવા એ ભારતીય કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ભારતનો કાયદો પોતાના હાથમાં લીધો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button