82 વર્ષના Amitabh Bachchanને શેર કરી પોતાની મુશ્કેલી, વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લાં છ દાયકાથી સુપર એક્ટિવ છે. આ 60 વર્ષના સમયગાળામાં તેમણે અનેક ચઢાવ ઉતાર જોવા મળશે. બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ પોતાની ડે ટુ ડેની અપડેટ્સ આપતા રહે છે. છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક ખટપટ ચાલી રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે આ દરમિયાન પણ બિગ બીએ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી જેણે ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પરંતુ હવે 82 વર્ષના આ મહાનાયક ફરી એક વખત ફેન્સને જણાવ્યું છે કે તેઓ મુશ્કેલીમાં છે. ચાલો જોઈએ બિગ બી કઈ મુશ્કેલીની વાત કરી રહ્યા છે-
અમિતાભ બચ્ચન પોતાના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ પર અવારનવાર પોતાની પર્સનલ લાઈફના અનુભવ વિશે વાતો કરતાં હોય છે અને આ જ શો પર તેમણે પોતાની મુશ્કેલી વિશે વાત કરી હતી. બિગ બીએ જણાવ્યું હતું કે અમારા લોકો માટે ખૂબ જ મોટી મુશ્કેલી આવી ગઈ છે.
બિગ બી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાંથી એક છે અને તેઓ કોઈ ટ્રેન્ડને ફોલો નથી કરતાં, પણ તેઓ ખુદ એક ટ્રેન્ડ સેટર છે. 82 વર્ષે પણ તેઓ એટલા સ્ફૂર્તિલા છે અને સ્ટાઈલિશ આઉટફિટ્સ પહેરે છે કે જુવાનિયાઓ પણ શરમાઈ જાય છે. ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં જોવા મલે છે કે બિગ બી સામે હોટસીટ પર એક બાળકી બેઠી છે જે ફેશન અને સ્કીન કેર રૂટિન વિશે વાત કરે છે અને બિગ બીના કપડાના વખાણ કરે છે.
આ છોકરી બિગ બીને કહે છે કે મને તમારી ફેશન, સ્ટાઈલ ખૂબ જ પસંદ છે. તમારા પાર ભડક કલરના કપડાં ખૂબ જ સારી લાગે છે. આ સાંભળીને બિગ બીએ જણાવ્યું હતું કે આજકાલ સેલેબ્સ જ્યાં પણ જાય છે ત્યારે એમના ફોટો છપાઈ જાય છે. આ સાથે તેમણે પહેરેલાં ચંપલ, કપડાં અને એસેસરીઝની માહિતી પણ આવી જાય છે, તો અમારા માટે આ મુશ્કેલી બની ગઈ છે. જો અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો હવે વિચારવું પડે છે કે ગયા વખતે શું પહેર્યું હતું.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanની સુંદરતાના થયા વખાણ, અમિતાભ બચ્ચને કહ્યું બહારની સુંદરતા તો…
બાળકીએ બિગ બીને એમના સ્કીન કેયર રૂટિન વિશે પૂછ્યું તો બિગ બીએ જણાવ્યું કે નહીં હું કંઈ જ કરતો નથી. બાળકીએ આ સાંભળીને પૂછ્યું તમે મોઈશ્ચરાઈઝર પણ નથી લગાવતા જેના જવાબમાં બિગ બીએ કહ્યું મને એનો સ્પેલિંગ પણ નથી ખબર તો હું એને લગાવીશ કઈ રીતે? મને આ વિષે કંઈ જ ખબર નથી. બાળપણમાં મેં માત્ર કડવાનું તેલ જ લગાવ્યું છે.
બિગ બીનો સેન્સ ઓફ હ્યુમર ખૂબ જ કમાલનો છે અને આ જ કારણ છે કે લોકો કૌન બનેગા કરોડપતિ જોવાનું ખૂબ જ પસંદ કરે છે. મેગાસ્ટાર આ શો દરમિયાન સ્પર્ધકો સાથે વાત કરવાની સાથે સાથે જ પોતાના પર્સનલ લાઈફના અનુભવો પણ શેર કરે છે.