રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ગૃહિણી સાથે 29 લાખની છેતરપિંડી: ત્રણ વિરુદ્ધ ગુનો…
થાણે: થાણે જિલ્લામાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ગૃહિણી સાથે 29 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
Also read : બદલાપુર યૌન શોષણઃ આરોપીના માતા-પિતા હવે દીકરાનો કેસ લડવા માગતા નથી, જાણો કેમ?
ફરિયાદી ગૃહિણીએ મીરા રોડ પોલીસને જણાવ્યું હતું કે તેણે છેલ્લાં ત્રણ વર્ષમાં રૂપિયા ગુમાવ્યા હતા.
આરોપીઓની ઓળખ અંકિત સામંત, ઉમેશ દાવરા અને નેહા સિંહ તરીકે થઇ હતી. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને આકર્ષક વળતરની ઓફર આપીને તેમના દ્વારા શેરબજાર તથા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે તેને સમજાવી હતી.
ફેબ્રુઆરી, 2022થી ફેબ્રુઆરી, 2025 દરમિયાન ફરિયાદીએ 29 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પણ તેને કોઇ વળતર મળ્યું નહોતું. ફરિયાદીએે આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો, પણ તેઓ તેને ટાળવા લાગ્યા હતા. બાદમાં આરોપીઓએ મોબાઇલ બંધ કરી દીધા હતા.
Also read : ભાયંદરમાં બોલબચ્ચન ગૅન્ગ સક્રિય: વૃદ્ધાના દાગીના પડાવ્યા
પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ બુધવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને તેની ફરિયાદને આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)