ચહેરા મોહરા – પ્રકરણ: 32

પ્રફુલ્લ કાનાબાર
શતરંજ ભલે એમણે પાથરી છે, પણ આ છેલ્લી ચાલ તો આપણી જ હશે, જેમાં એમના ચહેરા પરનાં મહોરાં આપણે જ ઉતારીશું ..! ‘બળવંતરાય, તમે તો જાણો છો કે હું આ માળાનો માલિક નથી….. મારે તો તમારી પાસેથી લીધેલી પૂરેપૂરી કેશ રકમ પેલા વેપારીને પહોંચાડવાની છે…. હું સમજ્યો નહીં દાદાજી. ખેલ એ લોકો એ શરૂ કર્યો છે, પૂરો આપણે કરીશું. આપણે સૌથી પહેલાં એ તમામની વિરુદ્ધમાં પાકા પુરાવા ભેગા કરવા પડશે…બળવંતરાયના અવાજમાં મક્કમતાનો રણકો હતો.`અને હાં, તું ખરેખર મારો પૌત્ર છે એ રહસ્ય હાલ આપણા બે વચ્ચે જ રહેશે.’
દાદાજી, ખાસ મારી જાસૂસી કરવા માટે જ બે દિવસ બાદ અંકુશ અહીં આવી રહ્યો છે. એ નોકરી કરવાના બહાને આપણા બંગલામાં જ રહેવા માગે છે.’ગુડ, આપણે એને કાર સાફ કરવાના અને અન્ય પરચૂરણ કામ માટે રાખી લેશું. શિકાર સામેથી જ આવે એનાથી બીજું રૂડું શું?’`બે દિવસ બાદ અંકુશ આવ્યો. ગોઠવેલા તખ્તા મુજબ સોહન એને દાદાજી પાસે લઈ ગયો અને એને નોકરીએ રાખી લેવામાં આવ્યો. બંગલાના કમ્પાઉન્ડમાં જ સર્વન્ટ કવાર્ટર્સમાંથી એક રૂમ એને સોંપી દેવામાં આવ્યો.
એકાદ સપ્તાહ બાદ દાદાજીને પુના જવાનું થયું. રાત્રે બધા ઊંઘી ગયા હતા ત્યારે લાગ જોઈને અંકુશ લપાતોછુપાતો સોહનના બેડરૂમમાં આવી પહોંચ્યો.અકુંશ તું અહીં? કોઈએ તને અહીં સુધી આવતાં જોયો તો નથી ને? સોહનના અવાજમાં કૃત્રિમ ગભરાટ હતો.
ના, ના બિલકુલ નહિ. બાપુ તારી સાથે વાત કરવા માંગે છે.’અંકુશે એના ખિસ્સામાંથી સેલફોન કાઢીને બાપુને વીડિયો કોલ લગાડ્યો. સ્ક્રીન પર તુલસીરામ બાપુનો દિવ્ય ચહેરો ઝળક્યો.જય સિયારામ બાપુ.' સોહને શાલીનતાથી કહ્યું.
બળવંતરાય પુના ગયા છે એ જાણ્યું. સાંભળ્યું છે કે એમના ભાણિયા રણજિતનું દાર્જીલિંગમાં ખૂન થઈ ગયું છે.’
સોહન સમજી ગયો કે અંકુશને આ સમાચાર નોકરચાકરના વર્તુળમાંથી જ મળ્યા હોવા જોઈએ.હા..એ વાત મને પણ જાણવા મળી છે.' સોહને ધીમા અવાજે કહ્યું.
સોહન, તારા રસ્તા વચ્ચેનો એક કાંટો તો આપોઆપ દૂર થઈ ગયો છે. દાદાજીના વીલમાં તારું નામ એકાદ સપ્તાહમાં આવી જવું જોઈએ.’ સોહને નોંધ્યું કે બાપુના અવાજમાં આદેશ હતો.
બાપુ ત્રણેક મહિનાનો સમય આપો.`પંદર દિવસથી વધારે સમય હું આપવા માંગતો નથી. માઈન્ડ વેલ, મારે કોઈ ચાલાકી ન જોઈએ. એકવાર તારા નામે ઝડપથી વીલ થઈ જાય પછી દાદાજીને તો ઉપર પહોંચાડવાની વ્યવસ્થા હું અહીં બેઠો બેઠો કરી શકીશ.’
એ કઈ રીતે?’ સોહને ભોળા થઈને પૂછ્યું.રાત્રે તારા દાદાજીને દૂધ પીને સૂવાની આદત છે. અંકુશ સાથે મેં ઝેર મોકલ્યું જ છે. લાગ જોઈને એ દૂધમાં ભેળવી દેશે.’ બાપુએ ખંધુ હાસ્ય કર્યું.
બારીની બહાર કૂતરાનો રડવાનો અવાજ આવતાં સોહને ગભરાઈને અંકુશની સામે જોયું.અંકુશે તરત ફોન કટ કરી દીધો. સામે છેડે તુલસીરામ બાપુને પણ કાંઈક અડચણ આવ્યાનો અંદેશો આવી ગયો. અંકુશ લપાતો-છુપાતો સર્વન્ટ ક્વાર્ટર્સમાં જવા નીકળી ગયો.અંકુશના ગયા બાદ સોહન પથારીમાં પડખાં ઘસતો રહ્યો. જેલમાંથી છૂટ્યા બાદ અહીં સુધી પહોંચવાની એની સફરની એક એક ક્ષણ એ યાદ કરી રહ્યો. અચાનક એને અડાલજમાં રહેતા નંદગીરી ગોસ્વામી અને ભોલુ યાદ આવી ગયા. ભોલુએ કહેલી પેલી સવા લાખ રૂપિયાના એક રુદ્રાક્ષવાળી વાત યાદ આવી ગઈ. જોકે એ વાત દાદાજીને કરવાની રહી જ ગઈ હતી.
બે દિવસ બાદ દાદાજી મુંબઈ પરત આવ્યા કે તરત સોહને સવા લાખના રુદ્રાક્ષની વાત કરી. તુલસીરામ બાપુના પ્લાનમાં નંદગીરી પણ સામેલ હતા એ વાત તો સોહન અને દાદાજી જાણતા જ હતા.સોહન, એક કામ કર, અંકુશ મારફતે મારે એવા સો રુદ્રાક્ષ જોઈએ છે, એવું તુલસીરામ અને નંદગીરીને કહેવડાવી દે.’દાદાજી, એની કિમત તો સવાસો કરોડ થાય.’`ભલે ને થાય.. આપણે ક્યાં એને પૈસા આપી દીધા છે. એ લોકો લાલચમાં આવીને અહીં સુધી આવી જાય એટલે ભયો ભયો..’
બીજે દિવસે રાત્રે બાર પછી સોહને અંકુશને ફોન કરીને કહ્યું.. અંકુશ, એક સમાચાર છે.. દાદાજીને કોઈકે નેપાળના સ્પેશિયલ મોંઘા ભાવના સો રુદ્રાક્ષની માળા પહેરવાની સલાહ આપી છે. એમાં તુલસીરામ બાપુ મદદરૂપ થઈ શકે ખરા?’ અંકુશે બીજે જ દિવસે તુલસીરામ બાપુને સમાચાર પહોંચાડી દીધા. તુલસીરામ બાપુએ નંદગીરીને ફોન લગાવ્યો.ગોસ્વામી, રુદ્રાક્ષનો મોટો ઓર્ડર આવે એવી શક્યતા છે. સો સવાસો કરોડનો..”
નંદગીરીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. માલ કેટલો પડ્યો છે? બાપુ માલ તો છે પણ નકલી છે.'
તો મેં ક્યાં અસલી માલની વાત કરી છે?’ બાપુ ખંધુ હસ્યા.`લેનાર પાર્ટીને મારા પર પૂરેપૂરો ભરોસો છે.’
ચારેક દિવસ બાદ સારું મુહૂર્ત કઢાવીને મોંઘા રુદ્રાક્ષની માળા સાથે તુલસીરામ બાપુની દાદાજીના બંગલે સોહને પધરામણી કરાવી દીધી. દાદાજી પાસે પૂજા કરાવીને બંગલાના તમામ નોકરચાકરોની હાજરીમાં તુલસીરામ બાપુએ બળવંતરાયના ગળામાં સો કરોડની માળા પહેરાવી. બળવંતરાયે માળા પહેર્યા બાદ અગાઉથી તૈયાર રાખેલો સો કરોડનો ચેક તુલસીરામના ચરણોમાં અર્પણ કર્યો. તુલસીરામ ચમક્યા.. બળવંતરાય, આપણે રોકડ રકમની વાત થઈ હતી.'
હા.. બાપુ, પણ મજબૂરી છે.. આજકાલ બૅન્કમાંથી મોટી રકમની કેશ ઉપાડવા પર પ્રતિબંધ છે.’
તમારી તિજોરીમાં તો રોકડ હોય જ ને?'
બાપુ, રોકડ રકમ આવશે ખરી, પણ ચાર-પાંચ દિવસ લાગશે.’
બળવંતરાય, તમે તો જાણો છો કે હું આ માળાનો માલિક નથી. મેં તો માત્ર સેવાના ઉદ્દેશથી આ વ્યવસ્થા કરી છે. મારે તો તમારી પાસેથી લીધેલી પૂરેપૂરી કેશ રકમ જે તે જગ્યાએ વેપારીને પહોંચાડવાની છે.’લો આ રાખો તમારી માળા.. ચેક ક્લીઅર થાય પછી જ મને પહેરાવજો.’ બળવંતરાયે માળા ગળામાંથી કાઢીને ત્રાગું કર્યું.માળા પાછી લેવાય નહી અને નકલી માળાનો આવડી મોટી રકમનો ચેક ગોસ્વામી લે નહિં.તુલસીરામ બાપુ મૂંઝાયા. અચાનક એમના દિમાગમાં પ્લાન સૂઝ્યો. `બળવંતરાય, એક કામ કરો. આપને વાંધો ન હોય તો હું કેશની વ્યવસ્થા થાય ત્યાં સુધી એટલે કે ચાર-પાંચ દિવસ સુધી અહીં જ રોકાઈ જાઉં તો?’
બળવંતરાય મનમાં જ મલકાયા. શિકાર અહીં રોકાય તો જ એની વિરુદ્ધ વધારે પુરાવા ભેગા કરી શકાય.એ તો અમારું સદ્ભાગ્ય કહેવાય.’ બળવંતરાયે ત્વરિત ગતિથી માળા પહેરી લીધી.તુલસીરામ બાપુને બંગલામાં જ એક અલાયદો રૂમ સોંપી દેવામાં આવ્યો. એ જ રાત્રે અંકુશ છુપાઈને બાપુને મળવા આવ્યો.બાપુ, આમાં મારો ભાગ પચીસ કરોડ રાખજો.’બાપુ તાડૂક્યા એટલા તો મને પણ નથી મળવાના.'
બાપુ, મને ખબર છે આ નકલી રુદ્રાક્ષની માળા છે. તમને ગોસ્વામી પચાસ કરોડ કરતાં પણ વધારે રકમ આપશે જ.’
અંકુશ અને તુલસીરામબાપુને એ ખ્યાલ નહોતો કે અત્યંત આધુનિક ગુપ્ત કૅમેરા દ્વારા એમની તમામ ગતિવિધિનું વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે. અગાઉ અંકુશ અને બાપુની વાતચીતનું પણ રેકોર્ડિંગ થઈ ચૂક્યું હતું, જેમાં બાપુ બળવંતરાયને ઉપર પહોંચાડવા સુધીની વાત કરી ચૂક્યા હતા.
બે દિવસ બાદ મોડી રાત્રે મુંબઈ પોલીસ કમિશનર એમની ઑફિસમાં બળવંતરાયના બંગલામાંથી સોહને મોકલેલ વીડિયો રેકોર્ડિંગ મોટા સ્ક્રીન પર ધ્યાનપૂર્વક નિહાળી રહ્યા હતા. નકલી રુદ્રાક્ષ વેચીને કરોડોનો ફ્રોડ તથા સાગરીત અંકુશ સાથે મળીને બળવંતરાયને મારી નાખવાનું કાવતરું કરવાના આ પુરાવા પૂરતા હતા. તુલસીરામ અને અંકુશની ધરપકડનું વૉરંટ કાઢવામાં આવ્યું. સોહન તાજનો સાક્ષી બનવા તૈયાર હતો તેથી હવે એક પણ આરોપી છટકી શકે તેમ નહોતો.
એ જ સમયે અડાલજની સીમમાં ગાંધીનગરથી પોલીસનો કાફલો ઠલવાઈ રહ્યો હતો. નીચેના એક પણ સ્ટાફને ખબર નહોતી કે ક્યાં છાપો પાડવાનો છે. ડીજીપી જયદેવસિંહ જાડેજા સતત મુંબઈ પોલીસના સંપર્કમાં હતા. છેલ્લે મુંબઈમાં પકડાયેલ ડ્રગ્સના મોટા જથ્થાનું પગેં અહીં સુધી પહોંચ્યું હતું. હા..નંદગીરી ગોસ્વામીના નેપાળથી આવતા નકલી રુદ્રાક્ષનું રેકેટ ડ્રગ્સ સાથે પણ સંકળાયેલું હતું!
(ક્રમશ:)