હવે આ અભિનેતાની કિસ થઈ વાયરલઃ બોલીવૂડમાં કિસ મેન્યા છવાયો કે શું?
![Now this actor's kiss has gone viral: Is kissing a trend in Bollywood?](/wp-content/uploads/2025/02/udit-narayan-kissing-1.webp)
બોલીવૂડ હસ્તીઓ હાલમાં પોતાના કિસ-એપિસૉડથી ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ 69 વર્ષીય ગાયક ઉદીત નારાયણે એક લાઈવ શૉમાં ત્રણ ફીમેલ ફેન્સને કિસ કરી સૌને ચોંકાવી દીધા હતા અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી હતી. આ ચર્ચાઓ હજુ ચાલી રહી છે ત્યાં જ ફરી એક અભિનેતાએ જાહેરમાં કિસ કરી નવી ચર્ચાને નોંતરી છે.
‘ખતરોં કે ખિલાડી’ અને ત્યાર બાદ ‘બીગ બોસ 18’ એમ ઉપરાઉપરી બે શોના વિજેતા બન્યા પછી અભિનેતા કરણવીર મહેરા સમાચારોમાં છવાયેલો છે. લગભગ દરરોજ અભિનેતાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા થતા હોય છે. ગુરુવારે રાત્રે કરણવીર મહેરાએ મુંબઈમાં એક એવોર્ડ શોમા હાજરી આપી હતી. કરણવીર મહેરાએ કૃતિકા અર્જુન સાથે મુંબઈમાં આ એવોર્ડ શોમાં હાજરી આપી હતી. શો માટે પહોંચતા જ પાપારાઝીઓ દ્વારા તેના ફોટા લેવામાં આવ્યા હતા, પરંતુ બધાનું ધ્યાન તો કંઇક અલગ બાબત પર જ ખેંચાયું હતું.
![Now this actor's kiss has gone viral: Is kissing a trend in Bollywood?](/wp-content/uploads/2025/02/karan-veer-mehra-kiss-viral.webp)
કરણવીર મહેરાનો એક વિડિયો સામે આવ્યો છે, જેમાં તે શ્રુતિકા અર્જુન સાથે જોવા મળ્યો હતો. બીગ બોસ 18માં બંને વચ્ચે સારો સંબંધ હતો. ક્લીપમાં કરણ શ્રુતિકાને ચીડવતો પણ જોવા મળ્યો હતો અને તેણે મજાક મજાકમાં તેના ગાલ પર કિસ પણ કરી દીધી હતી.
કરણે સ્વીકાર્યું હતું કે બિગ બોસ-18માં તેની જીતથી ઘણા લોકો ખુશ નહોતા. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી જીતથી બહુ જ ઓછા લોકો ખુશ હતા અને મને તે સમયે ખ્યાલ નહોતો આવ્યો પણ હવે જ્યારે હું વીડિયો જોઉં છું અને મારા વિશે ખરાબ વાત કરતા સાંભળું છું ત્યારે મને ઘણો દુઃખ થાય છે. બીગ બોસ શો જોયા પછી મારી માતા બીમાર પડી ગઈ હતી કારણ કે લોકો મારા વિશે ખૂબ જ નકારાત્મક વાતો કરી રહ્યા હતા અને મને તેનાથી ઘણો ફરક પડે છે.
આ પણ વાંચો…59 વર્ષે ફરી પરણવાના અભરખા ઉપડ્યા આ હીરોને…
વેલ, કરણ એ તો એવું છે ને નામ દામ અને પ્રસિદ્ધિની સાથે સાથે થોડી થોડી ઇર્ષ્યા પણ મફતમાં મળી જ જતી હોય છે. એટલે આવી વાતોથી ક્યારેય ખોટું નહીં લગાવવાનું.