ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

…તો ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે ઈરાન ઝંપલાવી શકે

આપી આ ચીમકી

ગાઝા સિટીઃ ગાઝા પર ઈઝરાયલના વધતા હુમલાની વચ્ચે હવે યુદ્ધમાં ઈરાન પણ ઝંપલાવી શકે છે. ઈરાન તરફથી મળતા અહેવાલ પ્રમાણે ગાઝા પર ઈઝરાયલની જમીની કાર્યવાહી પૂર્વે ઈરાન મોટી કાર્યવાહી કરી શકે છે.

સોમવારે ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબદોલ્લાહિયાને કહ્યું હતું કે ઈજરાયલને ગાઝાની જમીની કાર્યવાહીને મંજૂરી આપી શકાય નહીં અને જો એમ કરે છે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આગામી કલાકોમાં મોટા પાયે કાર્યવાહી કરી શકાય છે.


ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું હતું કે જો ગાઝામાં ઈઝરાયલનું યુદ્ધ ચાલુ રહેશે તો દુનિયાભરના મુસલમાનો અને ઈરાનની ફોર્સને રોકી શકે નહીં. ઈરાનની સરકારી ટીવી સાથે વાતચીત કરતી વખતે ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબદોલ્લાહિયાને કહ્યું હતું કે આગામી સમયમાં ઈરાન તરફથી વ્યાપક રીતે કાર્યવાહી શરુ કરી શકાય છે.


તેમણે કહ્યું હતું કે આર્મીના નેતા ઈઝરાયલ સરકારને ગાઝામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીની મંજૂરી આપશે નહીં, તેથી અમારા માટે તમામ દરવાજા ખુલ્લા છે અને ગાઝાના લોકો સામે થઈ રહેલા યુદ્ધને લઈ અમે હાથ પર હાથ મૂકીને બેસી શકીએ નહીં. ઈરાન ઈઝરાયલની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ક્યારે કરશે એના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button