એટલે તો કાળ સામે છું અડીખમ આજ પણ.
બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.
— શૂન્ય પાલનપુરી
આ મારી નાટ્ય-સફર કલાકાર-ક્સબીઓને પસંદ આવે છે એ એમનાં પ્રતિભાવથી ખ્યાલ આવે છે. આજે રંગભૂમિની સ્થિતિ સંતોષકારક નથી,છતાં રંગભૂમિ ટકી રહી છે એનું પરોક્ષ કારણ શૂન્ય' આપણને ઉપરોકત શેરમાં કહે છે. આજે ખાસ નાટ્ય-રસિકો માટે એક ખુશખબર છે કે
ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય-અકાદમી’નાં આર્થિક સહયોગથી `શ્રુજન એમ એલ ડી સી પ્રાયોજિત ભવન્સ કલ્ચરલ અંધેરી’ આયોજિત ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા આજે 17મા વર્ષે પણ અડીખમ છે.
ગત સપ્તાહે મેં ભવન્સ-ચોપાટી થિયેટરના મેનેજર રમેશ જમીનદારની વાત કરેલી. મેં 15 ઓગસ્ટ સાંજનાં સમયની તારીખ બુક કરાવેલી જેનું ભાડું લઈ બોસે’ પૈસા મળ્યાની રસીદ પણ ભ.જો. ને આપી હતી પછી શું થયું કે મનેબોસ’નો ફોન આવ્યો : તેં જે તારીખના પૈસા ભર્યા છે એ તારીખ તારી નહિ કોઈ બીજાની છે.’મને નવાઈ લાગી.એ દિવસે મારો જન્મ-દિવસ હતો એટલે શો કરવાની ખાસ ઈચ્છા હતી. ત્યાંબોસે’ આ `બોમ્બ’ અચાનક ફોડ્યો.
મારે ખુબ દલીલો થઈ. મેં કહ્યું, જો તારીખ બીજાને આપી હતી તો પૈસા તમારે લેવાય જ કેમ? બહુ બોલાચાલી પછી મને કહે,
તારી તારીખ બપોરની છે’. પહેલા તો હું એમની વાતમાં આવી ગયો. પછી ખ્યાલ આવ્યો કે એ સમયે ભવન્સનું બપોરનું ભાડું તો રૂૂ: 1250/- હતું. જ્યારે સાંજનું ભાડું રૂૂ: 1500/- હતું , જે મેં ભરેલું. એ પોઈન્ટ ઉપર મેં દલીલ કરી. માં મન એમની ખોટી વાત સાંભળવા તૈયાર જ નહોતું. મેં ફોન પરની દલીલો પડતી મૂકી સીધો ભવન્સની એમની ઓફીસમાં જ પહોંચી ગયો. ભાડાની વાત મેં કરી તો એમના તેવર બદલાયા. મને કહે, ` આ વખતથી બપોરનું ભાડું 1500/- કરી નાંખ્યું છે’
હકીકતમાં કોઈને સાં’ લગાડવા બલીનો બકરો મને બનવવા માંગતા હતાં. મેં કહ્યું,’ મારે નાટકની જા.ખ. સાંજ સુધીમાં આપવી પડશે. જો મારો પ્રોબ્લેમ સોલ્વ નહિ થાય તો હું ઉપર સુધી જઈશ.’ મેનેજર રમેશ જમીનદાર મારા વડીલ હતાં પણ એમનું આ પ્રર્કાર્નુંહું’ પણું મને ખટકતું હતું.મને એક નાટક યાદ આવી ગયું, નાજુક સવારી'. જે ડિરેક્ટ રમેશ જમીનદારે કરેલું. મારી નોકરીનાં ટેન્સનમાં મારે એ નાટક છેલ્લી ઘડીએ છોડી દેવું પડેલું. એનો ગુસ્સો આ માણસ
આ’ રીતે તો નહિ કાઢતા હોયને? આમ પણ એ નાટક …સવારી’ એક શો પણ પૂં નહોતું કરી શક્યું. વાત એમ હતી કે નાટક બે સેટમાં વહેચાયેલું , નાટકની સેટ-ડિઝાઈન શરદ સ્માર્તે તૈયાર કરેલી, જે એમાં રોલ પણ કરતાં હતાં.સેટ સુંદર બનાવેલો, પણ વિંગ્સ નટબોલથી ઉભી કરવામાં આવેલી. પહેલો અંક પત્યો. બીજા અંકમાં બીજો સેટ લગાડવાનો હતો. નસીબ બે ડગલાં આગળ.. પહેલા સેટના ખુબ મહેનત પછી પણ નટબોલ ખુલ્યા જ નહિ.છેવટે સમયમર્યાદા ને લીધે શો રદ કરવો પડેલો. એમનોઈગો’ હજી એ જ હતો. જે એમના સ્વભાવથી પરિચિત હશે એમને ખબર હશે જ! હું જાણું છું કે ઈગો અને ક્રેડિટ કાર્ડ, બંને સરખા.આજે ફ્રી વાપરવા મળે, પણ પાછળથી પેમેન્ટ તો કરવું જ પડે.
મેં ઉપર જવાની વાત કરી એટલે મને કહે, બે કલાક પછી આવ....' ક્યાં વિચારે,
બોસે’ મારી પાસે બે કલાકનો સમય માંગ્યો.? બે કલાક એમની સામે બેસવાનું ફાવે એમ નહોતું. સમસ્યા એ જીવનનો ભાગ છે, તેનો સામનો કરવો એ જીવનની કળા છે.
મેં ભ.જો. અને નિર્માતા રમણિક ગોહિલ સાથે બહાર નીકળી બધી વાત કરી. તારકનાથ ગાંધીને પણ જા.ખ. નો લે-ઓઉટ તૈયાર કરવાનું કહી દીધું. બે કલાક પછી આ પાર કે પેલે પાર
નિવેડો તો આવવાનો હતો. હું મારાં નિર્ણયમા અને એમની ખોટી વાત ન સ્વીકારવામાં મક્કમ હતો. મને હતું કે સત્તા આગળ શાણપણ હારી જશે તો થોડું રડી લઈશું. આમ પણ આપણા આંસુ આપણે જ લુંછી લેવા, લોકો લુંછવા આવે તો હિસાબ માગે અને બોસ’ તો જે રીતે દલીલ કરતાં હતાં, એ માગશે જ… જોઈએ! કારણ કે નિર્ણય સાથે પરિણામ પણ બદલાઈ જશે એ નક્કી હતું.બે કલાક પુરા કરી હું ફરીબોસ’ ની ઓફિસમાં દાખલ થયો તો વાતાવરણ જુદું હતું. મને કહે, તું બહુ જીદ્દી છે. ઠીક છે, 15 ઓગષ્ટની સાંજ તું કરજે, બસ!’ મને હાશકારો તો થયો પણ કોનેફેવર’ કરવા માટે એમણે આટલું નાટક’ કર્યું હશે? જેને થિયેટર આપવાનું હશે એમને પણ જણાવ્યું નહિ હોય. બાકી મારાં કોઈ દુશ્મન તો હતા નહિ. કદાચ બંને સામસામે આવ્યા હોત તો આ વચગાળાનોઝઘડો’ થયો જ ન હોત.
એ પછી અમે બહુ ઓછું બોલ્યા- મળ્યાં. હવે તો એ હયાત નથી, મારા મનમાં એમને માટે કોઈ કડવાશ પણ નથી.ભગવાન છે
એની પ્રતીતિ પ્રભુ કરાવતો જ રહે છે. હું પ્રાર્થના કં છું કે સુખ આપો તો એટલું આપજો કે અભિમાન ન આવી જાય અને દુ:ખ આપો તો એટલું જરૂૂર આપજો કે આસ્થા ન ચાલી જાય.! ડબ્બલ રિચાર્જ ફેસબુકમાં એક પોસ્ટ હતી, પાર્ટીમાં મેં પાંચ પેગ પીધા હતા. જવાબદાર નાગરિક તરીકે મેં દારૂૂ પીધો હતો એટલે મારી કાર ત્યાંજ મુકીને હું રિક્ષામા ગયો. એને 400 લાઈક્સ અને 80 કોમેન્ટ્સ આવી. બેસ્ટ કોમેન્ટ હતી.: `ભાઈ, તું રિક્ષામા કોને ઘરે ગયો? પાર્ટી તો તારા ઘરે જ હતી…!’