સાઉથનું શરણું કે પછી પ્રેમનો પાલવ…
અંગત જીવન અને ફિલ્મ કારકિર્દીમાં પણ અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહેલો સલમાન ખાન નવા સમીકરણની શોધમાં છે.

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી
`ભાઈ, તુમ એક સુપરહિટ ફિલ્મ કબ દોગે?’
સલમાન ખાનના ચાહકો – પ્રેમીઓ તારસ્વરે ચિલ્લાઈ રહ્યા છે. એક પછી એક બ્લોકબસ્ટર ફિલ્મ આપવાની આદત પાડનારા ભાઈજાનની એવરેજ હિટથી કે ખર્ચ નીકળી ગયો જેવી સફળતા ચણા મમરા લાગે એ સ્વાભાવિક છે. ભૂતકાળમાં સલમાન ખાનની ઘણી ફિલ્મોએ નિર્માતાની તિજોરી છલકાવી છે, પણ છેલ્લા સાત વર્ષમાં ભાઇજાનના નામે એક સુપરહિટ ફિલ્મ સમ ખાવા પૂરતી પણ નથી. મૈંને પ્યાર કિયા’ના બધાના લાડકા પાત્રપ્રેમ’ની છેલ્લી હિટ ફિલ્મ : ટાઈગર ઝિંદા હૈ’ (2017) છે.યશરાજ ફિલ્મ્સ’ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ એક થા ટાઇગર’ (2012)ની સિક્વલ હતી અને 340 કરોડનો ચોખ્ખો નફો કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મ પછી એક જબરદસ્ત હિટ અને સલમાનને અણબનાવ થઈ ગયો છે. છેલ્લાં સાત વર્ષ દરમિયાન થિયેટરમાં રિલીઝ થયેલી ભાઈજાનની પાંચ ફિલ્મ ફ્લોપ થઈ છે.ટાઈગર ઝિંદા હૈ’ પછી આવેલી ફિલ્મ હતી રેસ 3′ (2018). રેમો ડિસોઝા દિગ્દર્શિત રેસ સિરીઝની આ ત્રીજી ફિલ્મ એવરેજ હિટ સાબિત થઈ. ભાઇજાનના સ્ટાન્ડર્ડ અનુસાર એનો બોક્સ ઓફિસ પર વકરો નહોતો. ત્યારબાદ 2019માંભારત’ અને દબંગ 3′ આવી જે સુધ્ધાં ઠીક ઠીક રહી. આ સિવાયરાધે’ અને જેની પર ઊંચો મદાર હતો એ કિસી કા ભાઈ કિસી કી જાન’ પીટાઈ ગઈ. આ બધા વચ્ચે તાસકમાં એક હિટ માટે ટળવળતો સલમાન ખાન સાઉથના શરણે જવા તૈયાર થયો છે અને સાથે સાથેપ્રેમ’નો પાલવ પકડવા પણ તૈયાર થયો છે. બનતી બધી કોશિશ કરવા એક્ટર ઉત્સુક છે.
સાઉથની જે ફિલ્મ પર મદાર બાંધ્યો છે એ છે એ. આર. મુરૂગોદાસની સિકંદર’. 2008માં આમિર ખાનને લઈ સાઉથનીગજની’ની રિ-મેક હિન્દીમાં એ જ નામ સાથે બનાવી 100 કરોડની ક્લબનો પાયો નાખનારા મુગોદાસએ 2014માં અક્ષય કુમાર સાથે તમિલ ફિલ્મની રિ-મેક હોલિ-ડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યૂટી’ બનાવી ફરી સફળતા મેળવી હતી. જોકે, સલમાન સાથેનીસિકંદર’ સાઉથની કોઈ ફિલ્મની રિ-મેક નથી બલકે સાજીદ નડિયાદવાલાના કથાબીજ પરથી તૈયાર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે સાથે એ તમિળ ફિલ્મ `સરકાર’ની રિ-મેક હોવાની વાત પણ થાય છે. સાચું ખોટું તો રિલીઝ થશે ત્યારે ખબર પડશે, પણ સલમાન સાઉથના શરણે છે એ વાત નક્કી છે. આ ફિલ્મનું શૂટિગ પણ ચાલી રહ્યું છે.
સિકંદર’ ઉપરાંત સલમાન એટલીની ફિલ્મમાં કામ કરવાનો છે એવી અટકળો વહેતી થઈ છે. ત્રણ સુપરહિટ તમિલ ફિલ્મનું દિગ્દર્શન કર્યા બાદ શાહખ ખાન સાથે બ્લોકબસ્ટરજવાન’ બનાવી હિન્દી ફિલ્મના દર્શકોમાં એટલીનું નામ જાણીતું બન્યું છે. `સિકંદર’ના સેટ પર સલમાન અને હીરોઈન રશ્મિકા મંધાનાની કેમેસ્ટ્રીના વખાણ ચારેકોર ફેલાઈ ગયા હોવાથી એટલીને આ જોડીને લઈ ફિલ્મ બનાવવાની પ્રેરણા થઈ હોવાનું માનવામાં આવે છે. સલમાન માટે આ હરખના સમાચાર બેવડાઈ ગયા છે. એટલીની આ ફિલ્મમાં મેગા સ્ટાર રજનીકાંતને પણ સાઈન કરવામાં આવે એ દિશામાં વાત આગળ વધી રહી છે. જો બધું બરાબર પાર ઉતરે તો રજની સર – ભાઇજાનની જુગલબંધી દર્શકોમાં જબં કુતૂહલ જન્માવશે એટલું નક્કી.
બીજી એક મહત્ત્વની વાત એ છે કે મુગોદાસ અને એટલી હિન્દી ફિલ્મ જોતા દર્શકોની નાડ પારખી ગયા છે. એટલે આ બંને ફિલ્મ સલમાનની સફળતાનો અધ્યાય ફરી શરૂ કરવામાં નિમિત્ત બને એવી સંભાવના મજબૂત છે એમ કહી શકાય ખં.સાઉથની ફિલ્મો સિવાય સલમાનની લગભગ નક્કી થઈ ગયેલી ફિલ્મમાં સૂરજ બડજાત્યાની આગામી મોડર્ન સેટઅપમાં પારિવારિક ફિલ્મનો પણ સમાવેશ છે. એક્ટર ડિરેક્ટર વચ્ચેનો સંબંધ 35 વર્ષ જૂનો છે. સલમાનની કારકિર્દીની પહેલી બ્લોકબસ્ટર મૈંને પ્યાર કિયા’ રાજશ્રી પ્રોડક્શન – સૂરજ બડજાત્યાનો કરિશ્મા હતો. પ્રેમના પાત્રને અફાટ પ્રેમ મળ્યો અને સૂરજ ભાઈએ પ્રેમનું પુનરાવર્તન ચાલુ રાખીહમ આપકે હૈં કૌન’, હમ સાથ સાથ હૈ’ અનેપ્રેમ રતન ધન પાયો’ બનાવી સફળતા મેળવી. જોકે, વોન્ટેડ’ (2009)થી શરૂ થયેલા એક્શન ફિલ્મોના દોરમાં રોમેન્ટિક ફિલ્મોનું બાષ્પીભવન થઈ ગયું. 2015માં પ્રેમનું પુનરાગમન થયું, સફળતા મળી, પણ અગાઉની સરખામણીમાં ઓછી. પ્રેમ માટેના પ્રેમમાં પહેલા જેવી ભરતી ન જોવા મળી. દસકા પછી સૂરજ બડજાત્યા ફરી સલમાનને પ્રેમ સ્વરૂપે રજૂ કરવા થનગની રહ્યા છે. હવે સલમાન 60 વર્ષનો થવા આવ્યો. આ ઉંમરે અત્યાર સુધી જોવા મળેલા પ્રેમના પાત્રમાં સલમાન શોભે નહીં અને પ્રેક્ષકો પસંદ પણ ન કરે. આ વાત મિસ્ટર બડજાત્યા જાણે છે અને એટલે એની ઉંમરને છાજે એવો નવો પ્રેમ તૈયાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.અલબત્ત, એ જ મજાક મસ્તી, એ જ પારિવારિક મૂલ્યોનું જતન કરી નવા પ્રેમનું સર્જન કરવું જરૂરી છે’ એમ સૂરજ બડજાત્યા જણાવે છે.
આ ઉપરાંત કબીર ખાન દિગ્દર્શિત બજરંગી ભાઈજાન'ની સિક્વલ
બજરંગી ભાઈજાન 2′ (જેનું નામ પવનપુત્ર ભાઈજાન રાખવામાં આવ્યું હોવાની વાતો વહેતી થઈ હતી) પણ બનશે એવા સમાચાર વહેતા થયા હતા. હીરોઈન તરીકે પહેલા કરીનાનું નામ ચર્ચાયું હતું પણ પછી પૂજા હેગડેને સાઈન કરવામાં આવશે એવી વાત હતી. જોકે, ગયા વર્ષે રિલીઝ કરવામાં આવેલા ટે્રલરમાં દિશા પટણી નજરે પડી હતી. સાજીદ નડિયાદવાલાની કિક -2'માં પણ સલમાનની હાજરી છે. આમ સાઉથની ફિલ્મ અને
પ્રેમ’ની ફિલ્મ ઉપરાંત ભાઈજાન સિક્વલ પર પણ મદાર બાંધી બેઠો છે.