![Stock Market: Stock market opened with marginal decline, these stocks rose](/wp-content/uploads/2024/10/BSE-1-1-1-1.webp)
મુંબઇ: ભારતીય શેરબજારની(Stock Market) સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ શરૂઆત થઈ છે. જેમાં સેન્સેક્સ 61.44 પોઈન્ટના વધારા સાથે 78,119.60 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 46.15 પોઈન્ટના વધારા સાથે 23,649.50 પોઈન્ટ પર ખુલ્યો હતો. ગુરવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
સેન્સેક્સની 30 માંથી 19 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા
આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સની 30 માંથી 19 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા. જ્યારે બાકીની 9 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. નિફ્ટી ની 50 કંપનીઓમાંથી 26 કંપનીઓના શેર વધારા સાથે ખુલ્યા હતા અને બાકીની 24 કંપનીઓના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.સેન્સેક્સ કંપનીઓમાં ભારતી એરટેલના શેર સૌથી વધુ 1.88 ટકાના વધારા સાથે ખૂલ્યો હતો જ્યારે ઇન્ફોસિસના શેર સૌથી વધુ 1.87 ટકાના ઘટાડા સાથે ખૂલ્યો હતો.
Also read: ભારતીય શેરબજારે કર્યો ચાર ટ્રિલિયન ડોલર ક્લબમાં પ્રવેશ
આ કંપનીઓના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો
સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 1.76 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.34 ટકા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 1.26 ટકા, બજાજ ફાઇનાન્સ 1.08 ટકા, ઝોમેટો 0.83 ટકા, ટાટા સ્ટીલ 0.60 ટકા, ટાટા મોટર્સ 0.58 ટકા,એનટીપીસી 0.51 ટકા, બજાજ ફિનસર્વ 0.43 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.40 ટકા, એચડીએફસી બેંક 0.34 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.31 ટકા, ટેક મહિન્દ્રા 0.28 ટકા વધારા સાથે ખુલ્યા. જ્યારે આઈસીઆઇસીઆઇ બેંક અને એક્સિસ બેંકના શેરમાં કોઇ મુવમેન્ટ જોવા મળી ન હતી.
આ કંપનીઓના શેર ઘટાડા સાથે ખૂલ્યા
શેરબજારમાં આજે પાવર ગ્રીડના શેર 1.51 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.18 ટકા, ટીસીએસ 0.55 ટકા, અદાણી પોર્ટ્સ 0.31 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.25 ટકા, એચસીએલ ટેક 0.21 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.15 ટકા અને મારુતિ સુઝુકીના શેર 0.02 ટકાના ઘટાડા સાથે ખૂલ્યા હતા.