મહાકુંભમાં પાકિસ્તાનથી પ્રયાગરાજ પહોંચ્યા શ્રદ્ધાળુઓ; વ્યવસ્થા જોઇને થયા અભિભૂત
![Mahakumbh website attracts over 3.3 million visitors from 183 countries globally.](/wp-content/uploads/2024/12/mahakumbh-2025.jpg)
પ્રયાગરાજ: સનાતન પરંપરા અને આસ્થાના આ મહાન ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 40 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે. જો કે અહી માત્ર સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્યા છે. જો કે ખાસ નોંધવા જેવુ છે પાડોશી દેશ પાકિસ્તાનથી પણ 68 જેટલા શ્રદ્ધાળુઓ ભારત પહોંચ્યા છે.
મહાકુંભમાં પાડોશી દેશ પા yuકિસ્તાનના સિંધ પ્રાંતના 68 હિન્દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્યું હતું. બધા શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ત્યારબાદ તેમના પૂર્વજોની અસ્થિઓને સંગમમાં વિસર્જિત કરી હતી. મહાકુંભની વ્યવસ્થા અને સનાતન આસ્થાના દિવ્ય ભવ્ય આયોજનને જોઈને બધા પાકિસ્તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા હતા.
કરોડો લોકોમાં ભાગીદાર બન્યા
પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ તેમના પૂર્વજોની અસ્થિઓનું વિસર્જન કરવા માટે ખાસ વિઝા સાથે પ્રયાગરાજ આવ્યા હતા. સિંધથી આવેલા હિંદુ શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે મહાકુંભની અવાજ મીડિયાથી અમે સાંભળી ત્યારથી જ અમને અહી આવવાની ઉત્સુકતા હતી. તેમણે કહ્યું કે અમને ખૂબ જ આનંદ છે કે અમે પણ એ કરોડો લોકોમાં ભાગીદાર બન્યા છીએ. તેમણે કહ્યું કે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે. તેઓ અહીથી હરિદ્વાર સહિતના અન્ય તીર્થ સ્થાનોમાં પણ જવાનાં છીએ.
જાણો શું કહ્યું પાકિસ્તાની શ્રદ્ધાળુઓએ?
VIDEO | Maha Kumbh 2025: A group of 68 Pakistani Hindus have arrived in Prayagraj to take holy dip in Triveni Sangam.
— Press Trust of India (@PTI_News) February 6, 2025
"We are fortunate to have come here from Sindh to take holy dip… the arrangements here are very good. We have got comfortable tent for staying and getting… pic.twitter.com/4Opcc5Yuln