Loveyapaની સ્ક્રીનિંગ પર લાઈમલાઈટ ચોરી લીધી Salman Khanની પેન્ટે, જાણો શું છે આખો મામલો….
બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન (Amir Khan)ના દીકરા ઝુનૈદ ખાન (Junaid Khan)ની ફિલ્મ લવયાપા (Loveyapa)ની સ્ક્રીનિંગ સમયે અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. ઈવેન્ટ કમ્પલિટલી ઝુનૈદ ખાનની હોવા છતાં પણ લાઈમલાઈટ તો સલમાન ખાન (Salman Khan)ની પેન્ટ લઈ ગઈ હતી. આવતીકાલે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર (Khushi Kapoor) પણ જોવા મળશે. છેલ્લાં ત્રણ દિવસની ફિલ્મની સ્ક્રીનિંગ ચાલી રહી છે અને જ્યારે આ ઈવેન્ટમાં સલમાન ખાને એન્ટ્રી લીધી તો બધાની નજર ભાઈ પેન્ટ પર અટકી ગઈ હતી. આવો જોઈએ શું ખાસ હતું સલમાનની પેન્ટમાં…
આ પણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો
સલમાન ખાન ઝુનૈદ ખાનની ફિલ્મની સ્ક્રીનિંગ પર પહોંચ્યો હતો અને સલમાન ખાનની પેન્ટ પરથી લોકો નજર હટાવી શક્યા નહોતા. સલ્લુભાઈની પેન્ટ પર કંઈક એવું લખેલું હતું કે જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. સલમાન ખાનની પેન્ટ પર લખેલું હતું કે લવ નાઉ, ક્રાય લેટર (અત્યારે પ્રેમ કરો, પછી રડો…). ભાઈનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ફેન્સ ભાઈજાનના આ લૂક પર કમેન્ટ કરી રહ્યા છે. ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. આ સમયે સલમાન ખૂબ જ ખુશ લાગી રહ્યો હતો. સલમાને આ ઈવેન્ટ પર આમિર ખાન અને તેના આખા પરિવારની મુલાકાત લીધી હતી. સલમાન અને આમિર ખાનની સાથે જોઈને ફેન્સને ફિલ્મ અંદાઝ અપના અપનાની યાદ આવી ગઈ હતી.
આ પણ વાંચો: જામનગર મૉલમાં સલમાન ખાનને જોઇને લોકો….
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આમિર અને જુનૈદ બંને સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-18માં પણ પહોંચ્યા હતા. એ સમયે પણ આમિર ખાને અંદાઝ અપના અપનાની સિક્વલને લઈને પણ વાત કરી હતી. ફેન્સ પણ બંને ખાનને સાથે સ્ક્રીન શેર કરતાં જોવા ઉત્સુક છે. આ સમયે સલમાન ખાનની સાથે સાથે શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. શાહરૂખ પણ આમિરના પરિવારને મળ્યો હતો. શાહરુખ અને આમિરની આ મુલાકાતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
મીન વ્હાઈલ તમે સલમાન ખાનની આ યુનિક પેન્ટ પર એક નજર કરી લો અને તમે પણ આ પેન્ટ વિશે શું માનો છે એ ચોક્કસ અમને કમેન્ટ બોક્સમાં જણાવો.