સ્પોર્ટસ

હર્ષિત રાણાએ એક ઝાટકે કપિલ, ઝહીર, બુમરાહને ઝાંખા પાડીને રચ્યો ઇતિહાસ

નાગપુરઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊભરી રહેલા ભારતના નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ આજે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, ટી-20, વન-ડે)ની ડેબ્યૂ મૅચમાં ત્રણ કે વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે.
કપિલ દેવ, ઝહીર ખાન તથા જસપ્રીત બુમરાહ પણ જે ન મેળવી શક્યા એ સિદ્ધિ હર્ષિત રાણાએ પ્રાપ્ત કરી છે.

હર્ષિતે આજે 53 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ડિસેમ્બરમાં તેણે પર્થમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને એના પ્રથમ દાવમાં 48 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ગયા મહિનાની (જાન્યુઆરીની) 31મીએ હર્ષિત પહેલી વાર ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો. ઇંગ્લૅન્ડ સામેની એ ટી-20માં તેણે 33 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: હર્ષિત-જાડેજાની ત્રણ-ત્રણ વિકેટ, ઇંગ્લૅન્ડ 248 રનમાં ઑલઆઉટ

હર્ષિતે આજે નાગપુરમાં બેન ડકેટ, હૅરી બ્રૂક અને લિઆમ લિવિંગસ્ટનની વિકેટ લીધી હતી. 23 વર્ષનો હર્ષિત પ્રદીપ રાણાનો જન્મ 2001ની બાવીસમી ડિસેમ્બરે દિલ્હીમાં થયો હતો. દિલ્હી વતી તેણે 12 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 47 વિકેટ લીધી છે. આઇપીએલમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વતી રમ્યો છે. કેકેઆરના માલિકોએ તેને ચાર કરોડ રૂપિયામાં રીટેન કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button