સ્પેશિયલ ફિચર્સ

તમે ખરીદેલું સોનુ અસલી છે કે નકલી એ ઘરે બેઠા આ રીતે તપાસી લો…

ભારતીયોમાં અને એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં સોનાને લઈને એખ અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. દિવસે દિવસે આ સોનાના ભાવ પણ આસમાનને આંબી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં છેતરપિંડી થવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે એવી કામની ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે ઘરે બેઠા જ તપાસી શકો છો કે તમારી પાસે રહેલું સોનુ એ અસલી છે કે નકલી…

તમારી પાસે રહેલું કે તમે જે ખરીદી રહ્યા છો એ સોનુ ખરું છું કે નહીં એની ચકાસણી કરવા માટે તમે સરકારી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યો છે. આજકાલ તમે ગમે એટલા વિશ્વાસુ પણ કેમ ના હોય પણ સોનામાં થતી ભેળસેળને તો કોઈ અટકાવી શકે એમ નથી. આવી પરિસ્થિતિમાં અમે અહીં જે સરકારી એપની વાત કરી રહ્યા છીએ એ ખૂબ જ મહત્વની સાબિત થશે.
તમારી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે થોડાક સમય પહેલાં જ એક મોબાઈલ એપ લોન્ચ કરી હતી. પરંતુ મોટાભાગના લોકોને આ એપ કે એપનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની જાણ નથી હોતી. આ એપનું નામ છે ‘BIS કેર એપ’. આ એપ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની છે. આ એપની મદદથી તમે દરેક પ્રકારના ISI અને હોલમાર્ક-સર્ટિફાઈડ સોના અને ચાંદીના દાગીનાને ટ્રેક કરી શકો છો.

હવે વાત કરીએ કે તમે કઈ રીતે આ BIS કેર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમે આ એપ એન્ડ્રોઈડ અને એપલ આઈફોન યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ પરથી ડાઉનલોડ કરી શકો છો. BIS વેબસાઇટ પરના FAQ સેક્શનમાં મળેલી માહિતી અનુસાર સોનાના દાગીનાનું હોલમાર્કિંગ 6 કેટેગરીમાં કરવામાં આવે છે, જેમાં 14K, 18K, 20K, 22K, 23K અને 24Kનો સમાવેશ થાય છે.

Check whether the gold you bought is genuine or fake by sitting at home in this way...

આ એપ્લિકેશનની મદદથી તમે કોઈ પણ પ્રોડક્ટ કે આઈટમ પરના ISI માર્ક, હોલમાર્ક અને CRS રજિસ્ટર્ડ માર્કની અધિકૃતતાની તપાસ કરી શકો છો. ફક્ત ઉત્પાદન અથવા આઇટમ પર જણાવવામાં આવેલો લાઇસન્સ નંબર,HUID નંબર, રજીસ્ટ્રેશન નંબર લખો અને તમને ઉત્પાદકનું નામ અને સરનામું, લાઇસન્સ અથવા નોંધણીની માન્યતા, લાઇસન્સ અથવા નોંધણી જેવી બધી વિગતો મળશે.

આ પણ વાંચો : વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીકઃ રૂપિયો નબળો પડતાં સ્થાનિક સોનામાં રૂ. 15નો સુધારો, ચાંદીમાં રૂ. 133ની પીછેહઠ

આ એપને ડાઉનલોડ કરીને સૌથી પહેલાં તો તમારે તમારી જાતને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ISI અને હોલમાર્ક દ્વારા થશે. વેરીફાઈ લાયસન્સ વિગતો પર ક્લિક કરો. હવે તમે ચિહ્ન સાથે ઉત્પાદનની અધિકૃતતા ચકાસી શકો છો. હોલમાર્કવાળી જ્વેલરી વસ્તુઓને HUID નંબર વડે ઓળખી શકાય છે. HUID એટલે હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર. નોંધ કરો કે બિલ પર છ અંકનો HUID કોડ લખાયેલો હોવો જરૂરી નથી. તેથી, તમે જ્યાંથી સોનુ કે દાગીનાની ખરીદી કરી રહ્યા છો તે સ્ટોરમાંથી તમને આ કોડ અંગેની માહિતી મળી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button