સ્પોર્ટસ

કાવ્યાની કંપનીએ આઇપીએલની ટીમ 85 કરોડ રૂપિયામાં ખરીદેલી, હવે ઇંગ્લૅન્ડની ટીમ 1,094 કરોડ રૂપિયામાં ખરીદી

હૈદરાબાદ/લંડનઃ 2024ની આઇપીએલમાં બૅટિંગમાં ધમાલ મચાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિકી ધરાવતી કાવ્યા મારને ક્રિકેટજગતમાં મોટી ખરીદી કરીને સનસનાટી મચાવી દીધી છે. તેની માલિકીના સન ગ્રૂપે ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ' નામની 100-100 બૉલના ફૉર્મેટમાં રમાતી લીગ ટૂર્નામેન્ટની નૉર્ધર્ન સુપરચાર્જર્સ નામની ટીમ 1,094 કરોડ રૂપિયામાં ખરીદી છે. ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ અગાઉ ખૂબ લોકપ્રિય નહોતી, પરંતુ આઇપીએલના ફ્રૅન્ચાઇઝીઓએ એની ટીમ ખરીદવાની શરૂઆત કરી છે ત્યારથી આ ટૂર્નામેન્ટની ખ્યાતિ વધતી ગઈ છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલની એવું ત્રીજું ફ્રૅન્ચાઇઝી છે જેણે ધ હન્ડ્રેડ'ની ટીમ ખરીદી છે. મુંબઈ ઇન્ડિયન્સે ઓવલ ઇનવિન્સિબલ્સ ટીમનો 49 ટકા ઇક્વિટી હિસ્સો તથા લખનઊ સુપર જાયન્ટ્સે મૅન્ચેસ્ટર ઑરિજિનલ્સનો 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. હવે સનરાઇઝર્સે નૉર્ધર્ન સુપરચાર્જર્સનો 49 ટકા હિસ્સો ખરીદ્યો છે. કાવ્યા મારનની હૈદરાબાદ ટીમનો 2024ની 26મી મેએ ચેન્નઈમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની ફાઇનલમાં આઠ વિકેટે પરાજય થયો હતો અને હૈદરાબાદની ટીમ રનર-અપ રહી હતી. યૉર્કશર ક્રિકેટ ક્લબના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર સંજય પટેલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કેનૉર્ધર્ન સુપરચાર્જર્સને નવી ઊંચાઈએ લઈ જવા અમારી ક્લબ અને સન ગ્રૂપ પ્રતિબદ્ધ છે.’

સન ગ્રૂપે બીજી વિદેશી ટીમ ખરીદી છે. આ પહેલાં કાવ્યા મારનના આ ગ્રૂપે સાઉથ આફ્રિકાની એસએ20' નામની લીગ સ્પર્ધાની ઇસ્ટર્ન કેપ ટીમ ખરીદી હતી જેને સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ નામ આપવામાં આવ્યું છે. એઇડન માર્કરમના સુકાનમાં આ ટીમએસએ20’ની છેલ્લી બન્ને સીઝનમાં ચૅમ્પિયન બની હતી અને આ વખતે પ્લે-ઑફમાં પહોંચ્યા બાદ એની કસોટી થવાની છે.

Kavya's company bought the IPL team for Rs 85 crore, now buys the England team for Rs 1,094 crore

આ પણ વાંચો : 34 કરોડ રૂપિયા લઇને બેઠી હતી કાવ્યા મારન, જાણો IPL નિલામીમાં કેટલો થયો ખર્ચ..

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 2016માં આઇપીએલની ટ્રોફી જીતી હતી. હાલમાં પૅટ કમિન્સ આ ટીમનો કૅપ્ટન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button