સ્પેશિયલ ફિચર્સ

ટેસ્ટ લઈ-લઈને ખાવ છો ચાઉનમીન? આ વીડિયો જોઈ લો…

આપણે ત્યાં લોકો ખૂબ જ સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખિન છે અને એમાં પણ સસ્તા હોવાને કારણે આ ફૂડ લોકોમાં ખૂબ જ લોકપ્રિય પણ છે. મુંબઈ અને દિલ્હીની ખાઉગલીઓમાં તો જાત-જાતના સ્ટ્રીટ ફૂડ ફેમસ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફૂડ બ્લોગર્સ આવા ફેમસ ફૂડ્સના વીડિયો અપલોડ કરતાં હોય છે.

વાત જ્યારે સ્ટ્રીટ ફૂડની ચાલી રહી હોય તો તમામ સ્ટ્રીટ ફૂડ્સમાં સૌથી વધુ રસથી કોઈ વાનગી ખવાતી હોય તો છે ચાઉમીન. ગાજર, કોબી, કેપ્સિકમ જેવા શાકભાજીનો ઉપયોગ કરીને આ ડિશ બનાવવામાં આવે છે. ખાવામાં સ્વાદિષ્ટ લાગતા આ ચાઉમીન્સના નૂડલ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, એ તમે જાણો છો? હવે તમે કહેશો કે એમાં શું પૂછવાનું છે નૂડલ્સને ઉકાળીને તેમાંથી ચાઉમીન બનાવવામાં આવે છે. પરંતુ તમારી આ માન્યતા સદંતર ખોટી છે. નૂડલ્સ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે


હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયો પર વાઈરલ થઈ રહ્યો છે અને તેમાં દેખાડવામાં આવ્યું છે કે આપણને ભાવતા આ ચાઉમીન કેવી રીતે બનાવવામાં આવે છે. આ વીડિયો ક્યાં છે એની માહિતી તો ચોક્કસ જાણી શકાઈ નહોતી, પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે આ વીડિયો કોલકાતાનો છે.


વીડિયોમાં ફેક્ટરીમાં કઈ રીતે નૂડલ્સ બનાવવામાં આવે છે એ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે આ વીડિયોમાં અનેક પ્રકારના ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ફેક્ટરીમાં સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નૂડલ્સ બનાવવાનારા કર્મચારીઓ હેન્ડગ્લવ્ઝ પહેર્યા વગર જ કામ કરતાં જોવા મળી રહ્યા છે. ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

નૂડલ્સ બનાવવાની ફેક્ટરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. હજી સુધી 3.2 મિલીયન લોકોએ આ વીડિયો જોયો છે અને હજારો ફૂડ લવર્સે ફેક્ટરીમાં જોવા મળેલી અસ્વચ્છતા બાબતે જાત જાતને પ્રતિક્રિયા આપી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button