Fighter Plane Crash: મધ્યપ્રદેશમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયા બાદ આગ લાગી, પાયલોટ ઈજાગ્રસ્ત
ભોપાલ: મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારતીય વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ (Airforce Fighter Plane Crash) થયું છે. ફાઈટર પ્લેન એક ગામની નજીક ખેતરમાં ક્રેશ થયું, ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં બંને પાયલોટ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પાઇલટ્સને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, નરવર તાલુકાના દબરાસાની ગામમાં આજે બપોરે વાયુસેનાનું ફાઈટર પ્લેન ખેતરમાં ક્રેશ થયું હતું. ક્રેશ બાદ આગ લાગતા ફાઈટર પ્લેન બળીને રાખ થઈ ગયું છે.
Also read: અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશઃ શૉપિંગ મૉલ પર પડતા જાનહાનિ વધી
સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના શિવપુરી નજીક ક્રેશ થયેલુ વિમાન ટ્વીન-સીટર મિરાજ 2000 ફાઇટર પ્લેન (Mirage 2000) હતું. આ પ્લેન નિયમિત ટેસ્ટ ફ્લાઈટ પર હતું. અકસ્માતના કારણો શોધવા માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.