Loveyapa: સેલિબ્રિટી વખાણ કરી રહ્યા છે આમિરના દીકરા અને શ્રીદેવીની દીકરીના
![Celebrity's reviews on Lovyapa](/wp-content/uploads/2025/02/LOVEYAPA-MOVIE.webp)
આમિર ખાનના દીકરા જુનૈદ ખાન અને શ્રીદેવીની દીકરી ખુશી કપૂરની ફિલ્મ લવયાપા આવતીકાલે થિયેટરોમાં આવશે અને લોકોને ગમશે કે નહીં તે તો હવે ખબર પડશે, પરંતુ સેલિબ્રિટીસ તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે. આમિર ખાને દીકરાની ફિલ્મનો સેલિબ્રિટી સ્પેશિયલ શૉ ગઈકાલે રાત્રે રાખ્યો હતો. ફિલ્મ જોયા બાદ સેલિબ્રિટીસ પોતાના વ્યુઝ આપી રહ્યા છે.
વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ફિલ્મ ઘર ઘરની કહાની જેવી લાગે છે અને બન્ને એક્ટર એક્ટિંગ કરી રહ્યા હોય તેમ નથી લાગતું, પરંતુ નેચરલ લાગે છે. તો શબાના આઝમી અને જાવેદ અખ્તરે પણ ફિલ્મને વખાણી છે. કાજોલ અને કરણ જોહરે પણ ભરી ભરીને વખાણ કર્યા છે.
આ શૉમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ આવ્યા હતા.
આ પણ વાંચો : આમિર ખાનના ફેન્સ માટે ખુશખબરઃ આવતીકાલે જોઈ શકશો અભિનેતાને થિયેટરમાં
તમીળ ફિલ્મ લવ-ટુડેની હિન્દી રિમેક ફિલ્મની સ્ટોરી આજની પેઢી એટલે કે ઝેન-ઝેડની છે. બે યંગસ્ટર એકબીજાના પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે. જોકે છોકરીના પિતા એક વિચિત્ર શરત મૂકે છે. તે બન્નેને તેમના મોબાઈલ ફોન 24 કલાક માટે એકબીજાને આપવા કહે છે અને પછી જે થાય છે તે વાત આ ફિલ્મ કરે છે. સતત મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી આજની પેઢીની આ વાત છે, પરંતુ તે દરેક પરિવારને પણ લાગુ પડે છે. ફિલ્મ સેલિબ્રિટીને તો ગમી છે, પરંતુ જેમના પર મદ્દાર છે તે જાહેર જનતા શું કહે છે જોવાનું રહ્યું.