નેશનલ

Delhi Election: મુસ્લિમોએ કોને મત આપ્યા, એક્ઝિટ પોલના તારણો જાણો?

નવી દિલ્હી: સમગ્ર દેશમાં જેની ચર્ચા હતી તે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન આજે પૂર્ણ થયું છે. ત્યારબાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દિલ્હીમાં વર્ષો બાદ તખ્તાપલટ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. જો કે આ દરમિયાન જાહેર થયેલા એક્ઝિટ પોલમાં દિલ્હીના મુસ્લિમ મતદારોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો નહીં હોવાનું જાણવા મળ્યું છે.

પીપલ પલ્સના એક્ઝિટ પોલ દર્શાવે છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મળેલા મતોમાં સૌથી મોટો હિસ્સો મુસ્લિમ સમુદાયનો છે. જોકે, આ વખતે કેટલાક મુસ્લિમ મતો કોંગ્રેસ તરફ વળ્યા છે, પરંતુ મુસ્લિમ સમુદાયનો મોટો મત હિસ્સો આ વખતે પણ AAP તરફ જતો હોય તેવું લાગે છે. આમ આદમી પાર્ટીને લગભગ 70 ટકા મુસ્લિમ મત મળ્યા છે.

Also read: દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રિમ કોર્ટે આપી રાહત, જેલની બહાર જશે પણ…

આમ આદમી પાર્ટીને 70.5 ટકા મુસ્લિમ મત
એક્ઝિટ પોલના તારણો અનુસાર દિલ્હીના મુસ્લિમ મતદારો હજુ પણ અરવિંદ કેજરીવાલની સાથે ઉભા હોય તેવું લાગે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70.5 ટકા મુસ્લિમ મત મળ્યા છે. ભાજપને ફક્ત 6.8 ટકા મુસ્લિમ મત મળ્યા છે. કોંગ્રેસના જોરદાર પ્રચારના કેટલાક પરિણામો પણ જોવા મળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે કોંગ્રેસના મતોનો મોટો હિસ્સો મુસ્લિમ મતદારો હતા. પરંતુ છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારો કોંગ્રેસથી દૂર જતા જોવા મળ્યા હતા.

ભાજપને હિંદુ મતોનો ટેકો
એક્ઝિટ પોલમાં હિન્દુ મતદારો ભાજપની પડખે ઉભા જોવા મળી રહ્યા છે. ભાજપનો હિન્દુત્વનો મુદ્દો સફળ થઈ રહ્યો હોવાનું દેખાય રહ્યું છે. આ વખતે ભાજપને 59.1% હિન્દુ મત હિસ્સો મળ્યો છે. AAP ને 32.1 હિન્દુ વોટ શેર મળ્યો છે. જો આપણે શીખોના મત હિસ્સા વિશે વાત કરીએ, તો તે વિભાજિત લાગે છે. આમ આદમી પાર્ટીને 54.2% શીખ મત મળ્યા છે. ભાજપને 36.3 % શીખ મતદારોનો ટેકો મળ્યો છે. કોંગ્રેસના ખાતામાં ફક્ત 6.2 ટકા શીખ મત ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button