મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા
![Beed Sarpanch murder accused should be hanged Dhananjay Munde](/wp-content/uploads/2025/01/Beed-Sarpanch-murder-accused-should-be-hanged-Dhananjay-Munde.webp)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડે પર બુધવારે આંખોની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. તેમને આગામી ત્રણથી ચાર દિવસ સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાથી તેઓ કોઈને મળશે નહીં.
રાજ્યના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન અને બીડ જિલ્લાના સરપંચની હત્યાના કેસમાં વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા ધનંજય મુંડેએ કહ્યું છે કે તેઓ 10મી ફેબ્રુઆરીએ ફરજ પર જોડાશે.
તેમણે એવી માહિતી આપી હતી કે તાત્યારાવ લહાણેની ખાનગી હોસ્પિટલમાં આ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે જ અંજલિ દમણિયાએ તેમના પર 88 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.