સ્પેશિયલ ફિચર્સ

સિંધવ મીઠાથી થતું નુક્સાન જાણી લેશો તો….

તમે ઘરમાં સિંધવ મીઠાનો ઉપયોગ થતો તો જોયો જ હશે. મોટાભાગે આપણા ઘરોમાં ઉપવાસ દરમિયાન સિંધવ મીઠાનો અથવા તો સેંધા નમકનો ઉપયોગ થતો હોય છે. લોકો એને કુદરતી માને છે અને તેના પોતાના રોજિંદા આહારનો ભાગ બનાવી દે છે, પરંતુ વધુ પડતું સિંધવ મીઠું ખાવાથી આપણા શરીરની કામગીરી પર તેની પ્રતિકૂળ અસર પડે છે, જેની આપણને ખબર નથી હોતી. એની અસર એટલી ખરાબ હોય છે કે આપણે કિડની કે હૃદય રોગનો પણ ભોગ બની શકીએ છીએ. આપણે આ વિશે વધુ જાણીએ

એક્સપર્ટ જણાવે છે કે સિંધવ મીઠું રોજિંદા વપરાશ માટે નથી. એની ઘણી આડઅસર છે. ઘણી વખત આપણે સિંધવ મીઠાને કુદરતી માનીને આપણા રોજિંદો આહારનો ભાગ બનાવી લઈએ છીએ, પરંતુ તેનું સેવન કરવાથી શરીરની કામગીરી પર પ્રતિકૂળ અસર પડી શકે છે અને હૃદય કે કિડની રોગનો ભોગ પણ બની શકાય છે. આપણે સૌથી પહેલા સિંધવ મીઠાના ફાયદા અને નુક્સાન જોઇએ.

સિંધવ મીઠાના ફાયદા :-

સિંધવ મીઠામાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનીજો હોય છે જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

સિંધવ મીઠું આપણા પાચનમાં પણ મદદ કરે છે. તે પેટમાં એસિડનું સંતુલન જાળવીને પાચન માટે મદદ કરે છે.

સિંધવ મીઠું કુદરતી છે. સિંધવ મીઠું કોઈ પણ રસાયણોની મદદ વગર બનાવવામાં આવે છે તેથી તે સ્વાભાવિક રીતે કુદરતી છે.

સિંધવ મીઠું શરીરને હાઇડ્રોટેડ પણ રાખે છે અને શરીરમાં પાણીને સંતુલન જળવાઈ રહે છે.

હવે આપણે એના ગેરફાયદા વિશે જોઈએ જ્યારે આપણે વધારે પડતું સિંધવ મીઠું ખાઈએ છીએ ત્યારે તેની શું અસરો થાય છે

હાઈ બ્લડ પ્રેશરઃ-

સિંધવ મીઠામાં સોડિયમ હોય છે જે શરીરમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે પરંતુ જો આપણે વધારે પડતું સિંધવ મીઠું ખાઇએ તો તે આપણું બ્લડ પ્રેશર વધારી શકે છે. વિશ્વા આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ જ્યારે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આપણે રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે અને આપણું બ્લડપ્રેશર વધી જાય છે જેના કારણે હૃદય કિડની અને મગજ પર પણ દબાણ આવે છે અને તે સ્ટ્રોક અથવા હૃદય રોગનું કારણ બની શકે છે

કિડની પર અસરઃ-

જો વધારે પડતું સિંધવ મીઠું ખાવામાં આવે તો તેની કિડની પણ આ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એક આરોગ્ય સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે અને સોડિયમની ઉણપ શરીર માટે સારી નથી. જ્યારે શરીરમાં સોડિયમ અને પોટેશિયમનું સંતુલન ખોરવાઈ જાય છે ત્યારે કિડનીને તેને સુધારવા માટે વધુ મહેનત કરવી પડે છે. આનાથી કિડનીના કાર્ય પર નકારાત્મક અસર પડી શકે છે અને કિડનીની સમસ્યાઓ થઈ શકે છે

હાડકાની નબળાઈઃ-

જો સિંધુ મીઠાનો વધુ પડતું સેવન કરવામાં આવે તો તો આપણા હાડકાના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. એક્સપર્ટોના કહેવા અનુસાર વધારે પડતું મીઠું ખાવાથી શરીરમાંથી કેલ્શિયમ નીકળી જાય છે અને આપણા હાડકા નબળા પડી જાય છે. જેના કારણે હાડકાનો ફેક્ચર ખાસ કરીને વૃદ્ધ લોકોને હાડકાના ફેક્ચરની સમસ્યા થઈ શકે છે.

આ પણ વાંચો : બનારસની આ ફેમસ મીઠાઈ માત્ર શિયાળામાં જ કેમ મળે છે?

પાચનની સમસ્યાઃ

સિંધવ મીઠું પાચનમાં મદદ કરે છે એ વાત સાચી છે, પરંતુ જો તને વધુ પડતું સેવન કરવામાં આવે તો હાર્ટબર્ન, ગેસ, અપચો જેવી સમસ્યાનું કારણ બની શકે છે. તેનાથી એસીડીટી પણ વધી શકે છે અને પિતાશયની સમસ્યા પણ થઈ શકે છે. તેથી તેને યોગ્ય માત્રામાં લેવું જ મહત્વનું છે અને તેનો રોજ રોજ ખાવામાં ઉપયોગ ના કરવો જોઈએ

અન્ય રોગોનું જોખમઃ-

સિંધવ મીઠાના વધુ પડતા સેવનથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોનું જોખમ વધી શકે છે. આનાથી શરીરમાં પાણી જમા થઈ શકે છે અને શરીરના સોજો આવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. સિંધવ મીઠામાં સોડિયમ હોય છે સોડિયમનું સેવન વધુ પડતું કરવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે

ઘણીવાર આપણને મીઠું ખાધા પછી પાણીની તરસ લાગવા માંડે છે આ જ કારણોસર આપણે ઉપવાસ દરમિયાન વધુ પડતા મીઠાવાળો ખોરાક ખાવાનું ટાળીએ છીએ. આનું કારણ એ છે કે જો વધુ પડતું સિંધવ મીઠું ખાવામાં આવે તો શરીરમાંથી પાણી બહાર નીકળવા લાગે છે અને આપણને ડિહાઇડ્રેશન થઈ શકે છે જેના કારણે માથામાં દુખાવો થાક અને સ્નાયુઓના ખેંચવાની સમસ્યા થવા માંડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button