અમેરિકામાં ભારત નહિ આ દેશના સૌથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટસ, પોલીસ આવી રીતે કરે છે ઓળખ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ગેરકાયદે વસતા(Illegal Immigrants)અન્ય દેશના નાગરિકોને ડિપોર્ટ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં આજે 104 ભારતીયોને અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જોકે અમેરિકા માત્ર ભારત જ નહિ પરંતુ અન્ય દેશોના લોકો પણ ગેરકાયદે વસવાટ કરે છે.
ગેરકાયદે વસવાટ કરનારામાં મેક્સિકોના 10. 6 ટકા
વિશ્વના અનેક દેશોના લોકોમાં અમેરિકા જવા માટે ઘણી સ્પર્ધા છે. મેક્સિકો એવો દેશ છે જ્યાંથી અમેરિકામાં સૌથી વધુ લોકો ગેરકાયદે રીતે રહે છે. જેમને હવે ધરપકડ અને પછી દેશનિકાલનો ભય છે. પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા દર્શાવે છે કે યુ.એસ.માં 10 મિલિયનથી વધુ લોકો ગેરકાયદે રીતે રહે છે. જેમાંથી 40 લાખથી વધુ લોકો મેક્સિકોના છે.અમેરિકામાં કુલ ગેરકાયદે વસવાટ કરનારામાં મેક્સિકોના 10. 6 ટકા, ભારતના 6 ટકા, ચીનના 5 ટકા, ફિલિપાઇન્સના 4 ટકા અને એલ સાલ્વાડોરના 3 ટકા લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય દેશોના લોકો પણ રહે છે.
Also read: ATS Active: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે પોલીસ સખત, 15 દિવસમાં 90 પકડાયા
ભારતના ઘણા લોકો પર ખતરો
આ ઉપરાંત વર્ષ 2022 ના આંકડા દર્શાવે છે કે ભારતના 7 લાખથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદે રીતે રહી રહ્યા છે. આમાંના ઘણા લોકોને હવે ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આ લોકો પાસે અમેરિકામાં રહેવા માટે કોઈ માન્ય દસ્તાવેજો નથી. અમેરિકન પોલીસ તેમને પેપરલેસ શ્રેણીમાં રાખે છે.
પહેલા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે છે
અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોની પોલીસ ગુપ્ત રીતે ધરપકડ કરે છે. જેમાં પોલીસને વિવિધ પ્રકારની ગુપ્ત માહિતી મળે છે. ત્યારબાદ તે વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે અને પછી એવા લોકોને પકડવામાં આવે છે જેઓ માન્ય દસ્તાવેજો વિના અમેરિકામાં રહે છે. આ લોકોને પકડ્યા પછી, તેમને પહેલા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે છે. જે એક પ્રકારની જેલ છે. આ પછી તેમને તેમની નાગરિકતા અથવા માન્યતા સાબિત કરવા માટે સમય આપવામાં આવે છે. જે લોકો આમ કરવામાં અસમર્થ હોય તેમને કોર્ટ દ્વારા ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવે છે.