ટોપ ન્યૂઝનેશનલ

Delhi Election: સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન; મતદાન મથકો બહાર હજુ પણ લાંબી કતારો

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે રાજધાનીની તમામ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. રાજ્યના 1.56 કરોડથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 2696 મતદાન સ્થળોએ કુલ 13,766 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. દિલ્હીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70 ટકા મતદાન થયું છે. દિલ્હીમાં અનેક મોટા નેતાઓએ મતદાન કર્યું છે.

દિલ્હીની સદર બજાર વિધાનસભા બેઠક પર 57.06 ટકા, બલ્લીમારનમાં 59.56 ટકા, બુરાડીમાં 56.16 ટકા, ચાંદની ચોકમાં 52.76 ટકા, કરોલ બાગમાં 47.40 ટકા, મતિયા મહેલમાં 61.40 ટકા, તિમારપુરમાં 53.29 ટકા મતદાન થયું છે. ખાસ વાત એ છે કે મતદાન કેન્દ્રોની બહાર હજુ પણ લાંબી કતારો જોવા મળે છે. જે ગતિએ મતદાન ચાલી રહ્યું છે, તે જોતાં તે 2020 ની ચૂંટણીના આંકડાને વટાવી શકે છે.

Also read: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો

મુસ્લિમ બહુમતીવાળી બેઠકમાં નોંધપાત્ર મતદાન
દિલ્હીમાં બપોરે 3 વાગ્યા સુધી 70 વિધાનસભા બેઠકો પર 58.98 મતદાન નોંધાયું છે. ઉત્તર પૂર્વ જિલ્લાની બેઠકો પર મતદારોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંની મુસ્લિમ બહુમતીવાળી મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પર અત્યાર સુધીનું 66.68 મતદાન નોંધાયું છે. સીલમપુરમાં 66.41 ટકા મતદાન થયું છે.

699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
આજ સવારથી જ દિલ્હી વિધાનસભા માટે થઈ રહેલા મતદાન માટે ઘણા મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. દિલ્હીમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. આ વખતે શાસક આમ આદમી પાર્ટી (AAP) ઉપરાંત ભાજપ અને કોંગ્રેસ સહિત 29 પક્ષો દિલ્હી ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે, કુલ 699 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં 96 મહિલાઓનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button