આ છે RBIના બે ખાસ દ્વારપાલ, વર્ષોથી કરી રહ્યા છે તમારા પૈસાની સુરક્ષા…
ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની અર્થવ્યવસ્થાનો એક મહત્ત્વનો હિસ્સો છે અને તમામ બેંકો પર નિયંત્રણ રાખવાનું અને તેમના માટે ગાઈડલાઈન્સ બહાર પાડવાનું કામ કરે છે. આરબીઆઈની હેડ ઓફિસ મુંબઈમાં છે અને જો તમે ક્યારેય આ આરબીઆઈ બેંકની મુલાકાત લીધી હશે તો તમને આ બેંકના ગેટ પર બે દ્વારપાલ એટલે કે દરવાન દેખાશે. અલબત્ત આ દ્વારપાલ એટલે પથ્થરની બે મૂર્તિઓ જ છે. શું તમને ખબર છે કે આ દ્વારપાલ કોણ છે? કેમ તેમને જ દેશની સંપત્તિનું રક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે?
ચાલો આજે તમને આ દ્વારપાલ વિશે જણાવીએ-
એવું કહેવાય છે કે આ દ્વારપાલને દેશની સંપત્તિની સુરક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે અને 10-20 વર્ષ નહીં પણ 90-90 વર્ષથી આ રીતે દેશની સંપત્તિની રક્ષા કરે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈ સ્થિત મુખ્યાલયની બહાર એક પુરુષ અને એક મહિલાની બે વિશાળ પથ્થરની મૂર્તિઓ છે પોતાના હાથમાં પૈસાનો મોટો થેલો લઈને ઊભેલાં જોવા મળે છે. આ બંને મૂર્તિઓ 1935ના જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી ત્યારે જ બનાવવામાં આવી છે. આ મૂર્તિ દેશની સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિના પ્રતિક સમાન છે.
Also read: ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ
વાત કરીએ કે આ બે મૂર્તિઓ કોની છે તો એવું કહેવાય છે કે આ મૂર્તિઓ યક્ષ અને યક્ષિણીઓની છે અને તેઓ ધન અને સમૃદ્ધિના દેવતા છે. ભારતના સેન્ટ્રલ બેંકના દ્વાર માટે આ બંને ખૂબ જ સટિક માનવામાં આવે છે. દિલ્હીની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના દ્વારની બહાર આ મોટા આકારની પ્રતિમાઓની સ્થાપના 1960માં આવી હતી. આ મૂર્તિઓને જાણીતા મૂર્તિકાર રામ કિંકર બેજે પ્રાચીન ભારતીય ગ્રંથોથી પ્રેરણા લઈને બનાવી હતી.
વાસ્તવિક્તામાં ભારતના પહેલાં વડા પ્રધાનની ઈચ્છા હતી ભારતીય સરકારી ઓફિસને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવામાં આવે અને આ જ કારણે મોટાભાગની ભારતીય સરકારી તેમ જ મહત્ત્વની ઓફિસની ટેગ લાઈન સંસ્કૃતમાં રાખવામાં આવ્યા છે. છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ અને કંઈક નવું? આવી જ વધુ રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…