બોલો, ભારતના નેલ્લોરની ગાય બ્રાઝિલમાં વેચાઈ 40 કરોડ રુપિયામાં, જાણો વિશેષતા?
દુનિયામાં ઘણી ઘટનાઓ અચંબામા નાખી દે તેવી બને છે. બ્રાઝિલમાં પણ આવું જ કંઈક બન્યું. અહીં વિયાટીના-19 નામની ગાયનો માલિક એકાએક કરોડપતિ થઈ ગયો અને તે પણ પાછો બે પાંચ નહીં 40 કરોડનો માલિક બની ગયો માત્ર એક ગાય વેચીને. આપણા માટે ખુશીની વાત એ છે કે આ ગાયની પ્રજાતિ મૂળ ભારતીય છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં આ ગાય મળે છે જેને નેલ્લોર પ્રજાતિની ગાય કહેવાય છે.
આ ગાય જોકે દુનિયાભરમાં ફેમસ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ વિયાટીનાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. ધોરીદૂધ જેવી દેખાતી આ ગાયોના શરીર પર રૂંવાટી મોટા પ્રમાણમાં હોય છે અને ઉંટ જેવી ઉંચા હંપવાળી હોય છે. વળી તે લાંબા સમય સુધી પોતાના શરીરમાં ખાવા-પાવીનું સ્ટોર કરી શકે છે.
બ્રાઝિલમાં હાલમાં પશુઓનો મેળો લાગ્યો છે. ખાસ તો એ કે આ ગાયને તેના માલિકે માત્ર 40 લાક રૂપિયામાં ખરીદી હતી અને હવે તે 40 કરોડનો માલિક બની ગયો છે.
આ પણ વાંચો : Kutch: ચરવા ગયેલી ગાયનાં મોઢાંમાં વિસ્ફોટ; જીવદયાપ્રેમીઓમા રોષ
Viatina-19 નામની આ ગાય દેખાવમાં સુંદર છે અને તેનામાં ઘણી વિશેષતાઓ છે. આ ગાયે મિસ સાઉથ અમેરિકાનો ખિતાબ પણ જીત્યો હતો. ત્યારથી આ ગાય સમાચારોમાં ચમકી ચૂકી છે. લોકો આ ગાયના વાછરડાને વિશ્વના ઘણા દેશોમાં લઈ ગયા છે જેથી ગાયની સારી નસલ તૈયાર કરી શકાય. આ જ કારણ છે કે જ્યારે આ ગાય માટે બોલી લગાવવામાં આવી ત્યારે એક ગ્રાહકે 40 કરોડ રૂપિયા સુધીની ઊંચી કિંમત ચૂકવવાની તૈયારી બતાવી છે. આ ગાયની રોગ પ્રતિકારકશક્તિ ખૂબ જ સારી છે, તે ક્યારેક જ બીમાર પડે છે. બ્રાઝિલમાં પણ ઘણા લાંબા સમયથી આ ગાય પાળવામાં આવે છે.