Viral Video: લગ્ન પહેલાં જ Radhika Merchant સામે ઈશા અંબાણીએ દેખાડ્યું નણંદપણુ…
ભારતના સૌથી ધનવાન પરિવારોમાંથી એક એવા અંબાણી પરિવાર (Ambani Family)ને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ્સ આવતી રહી છે. અંબાણી પરિવારનો કોઈ પણ સદસ્ય વિશેષ પરિચયનો મોહતાજ નથી. એમાં પણ ગયા વર્ષે જ્યારથી અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન થયા છે ત્યારથી તો આ પરિવાર ખૂબ જ ચર્ચામાં રહે છે. આમ તો આ પરિવારના દરેક સભ્ય વચ્ચે એક અલગ જ મનમેળ જોવા મળે છે, પણ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં નણંદ ઈશા અંબાણી ભાભી રાધિકા મર્ચન્ટ પર લગ્ન પહેલાંથી જ રૌફ છાંટતી જોવા મળી રહી છે. આવો જોઈએ આ વાઈરલ વીડિયો.
Also read : રાશા થડાનીનો તૌબા તૌબા ડાન્સ જોઈ વિકીએ કોરિયોગ્રાફરને શું કહ્યું
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં પણ અનેક પ્રી-વેડિંગ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ સમયનો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભાઈ અનંતની ઈન્ગેજમેન્ટ સેરેમની ઈશાએ હોસ્ટ કરી હતી અને તે રાધિકાને જ્યારે સ્ટેજ પર ઈનવાઈટ કરી રહી છે.
જોકે, રાધિકા જેવી સ્ટેજ પર એન્ટર થવા જાય છે ત્યારે ઈશા તેને હાથ આડો કરીને અટકાવી દે છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે લગ્ન પહેલાંથી જ ઈશા અંબાણી ભાભી રાધિકા પર રૌફ જમાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે એવું કંઈ જ નથી. રાધિકા અને ઈશા ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ શેર કરે છે. બંને નણંદ-ભાભી કરતાં પણ ફ્રેન્ડ્સની જેમ રહે છે અને ઈશાએ રાધિકા-અનંતની સગાઈ માટે સુંદર સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું અને સગાઈની વીંટી લાવવા માટે પાળેલા શ્વાનને બોલાવવા માટે ઈશાએ રાધિકાને સ્ટેજ પર એન્ટર થતાં અટકાવી હતી. આ ખૂબ જ ક્યૂટ મોમેન્ટ હતી.
Also read :Amitabh Bachchanને કોણે કહ્યું કે તમારી પાસે રેખા નથી? બિગ બીએ આપ્યું આવું રિએક્શન…
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરીને અંબાણી પરિવારના સંસ્કારો અને પરવરિશના વખાણ કરી રહ્યા છે. 12મી જુલાઈના અનંત અને રાધિકાના લગ્ન થયા હતા, જેમાં દેશ-વિદેશથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.