IND vs ENG 1st ODI: નાગપુરમાં પીચ આવી રહેશે; ટાઈમ, ટીકીટ, સ્ટ્રીમીંગ એપ, જાણો સંપૂર્ણ માહિતી…
નાગપુર: સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે (Indian Cricket Team)ઇંગ્લેન્ડ સામેની પાંચ T20I મેચની સિરીઝ 4-1થી જીતી હતી. હવે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ત્રણ ODI મેચની સિરીઝ (IND vs ENG ODI series) રમશે. જેમાં વિરાટ કોહલી સહીત દિગ્ગજ ખેલાડીઓને રમતા જોવા ચાહકો આતુર છે. આ સિરીઝની પહેલી મેચ 6થી ફેબ્રુઆરીના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium) માં રમાશે. 2023 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પછી પહેલી વાર આ મેદાનમાં ઇન્ટરનેશનલ મેચ રમાશે.
Also read : શિવમ દુબેએ નવો ઇતિહાસ રચ્યો, વિશ્વનો એવો પહેલો ક્રિકેટર બન્યો જે…
પીચ રીપોર્ટ:
આ મેચમાં પીચ મહત્વનો ભાગ ભજવી શકે છે. ક્રિકેટ વિશેષજ્ઞોની નજર પીચ પર રહેશે. આ સ્ટેડીયમની પીચની ગુણવત્તા અગાઉ વિવાદમાં રહી છે. 2015 માં, જ્યારે પીચને ‘Poor’ રેટિંગ આપવામાં આવ્યું હતું, 2023 માં ઓસ્ટ્રેલિયા સામેના મેચ દરમિયાન પણ પીચ પર સવાલ ઉઠ્યા હતાં. પરંતુ આ વખતે, સ્ટેડીયમમાં નવી પીચ બનાવવામાં આવી છે. પીચ ક્યુરેટરના જણાવ્યા મુજબ ગેમ આગળ વધશે તેમ સ્પિનરોને મદદ મળશે. ક્યુરેટરે કહ્યું કે મેચના દિવસે પીચ પરથી ઘાસને હટાવવામાં આવશે.
VCA સ્ટેડીયમમાં રેકોર્ડ:
આ મેદાન પર કુલ 9 મેચ ODI રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 3 મેચ જીતી છે, જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે 6 મેચ જીતી છે. આ સ્થળે ટીમનો સૌથી વધુ સ્કોર 354/7 રહ્યો છે.
ક્યારે શરુ થશે મેચ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી વનડે મેચ 6 ફેબ્રુઆરી, 2025 ના રોજ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, અને ટોસ બપોરે 1:00 વાગ્યે થશે.
કેવું રહેશે હવામાન:
મેચ દરમિયાન વરસાદ પાડવાનો કોઈ શક્યતા નથી. નાગપુરમાં દિવસનું મહત્તમ તાપમાન 32°C અને લઘુત્તમ તાપમાન 18°C રહેવાની ધારણા છે.
મેચની ટિકિટ ક્યાંથી મળશે:
ODI મેચની ટિકિટ Zomato ની District App પર અથવા વેબસાઇટ district.in પર ખરીદી શકાય છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચની ટિકિટની કિંમત 800 રૂપિયાથી શરૂ થઈને 10,000 રૂપિયા સુધીની છે.
આ ચેનલ અને એપ પર લાઈવ જોઈ શકાશે મેચ:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ODI મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર લાઈવ પ્રસારિત થશે. આ મેચ Disney+Hotstar એપ અને વેબસાઇટ પર લાઈવ જોઈ શકાશે.
Also read : ભારતનો આ સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝની બહાર
ભારતની સ્કવોડ:
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા (પહેલી બે વનડે), જસપ્રીત બુમરાહ (ત્રીજી વનડે), વરુણ ચક્રવર્તી.
ઇંગ્લેન્ડની સ્કવોડ:
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.