કચ્છી ચોવક : સોઈ પાછળ દોરાનો અર્થ
- કિશોર વ્યાસ
આપણે સમાજમાં કોઈ વ્યવહાર કરતી વખતે હંમેશાં પરંપરાથી ચાલી આવતી ઘરેડ અપનાવી લેતા હોઈએ છીએ. એમ શા માટે આગળથી ચાલ્યું આવતું હશે? એવું મોટાભાગે વિચારતા નથી.
Also read : બોજ નહીં બસ, મૌજ- એક શિક્ષક સો માતાની ગરજ સારે તે આનું નામ !
તમને કહું? એ બાબત સોઈ પાછળ ચાલ્યા આવતા પરોવાયેલા દોરા’ સમાન છે! એટલે ચાલી આવતી પરંપરાનાં કારણ શોધતાં આપણેસોઈમાં દોરો કોણે પરોવ્યો?’ તેની શોધ કરવી પડે! અને એટલે જ કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે કે, સૂઈ પૂઠીયા ડોરો’.સૂઈ’ એટલે સોઈ કે સોય અને પુઠીયા’નો અર્થ થાય છે: પાછળ.ડોરો’ એટલે દોરો.’
ઘણા માણસો દેખાવે જ હિંમતવાન લાગે. તેમનો રૂવાબ જ એવો હોય કે જાણે બહાદુર વ્યક્તિ હોય પણ, ઘણી વખત હકીકત કંઈક જુદી જ હોય છે. એ નકલી પ્રતિભા માટે એક મસ્ત મજાની ચોવક છે: સીંગૂ સીંગૂ થોડા, રબક ધબક બોરો’ અહીંસીંગૂ સીંગૂ’ એક શબ્દ બે વખત પ્રયોજવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે બહાદુર’ કે આક્રમક અને તમારા સૌ માટે નવો શબ્દ છેરબક ધબક’ જેનો અર્થ થાય છે: દેખાવ કે `ડારો ડફાળો’! મતલબ કે, કોઈ દેખાય છે તેવું નથી! માત્ર દેખાવ છે, જે હકીકત નથી!
એક અદ્ભુત ચોવક છે: સિજ સઉંત ગિરૉ જખ મારી’. હજુ પણ સમાજમાં લગ્ન વખતે યુવક-યુવતીના ગ્રહો જોવામાં આવે છે. કેટલાંકકાઉન્ટ’ મળતા હોવા જોઈએ તેવો આગ્રહ રખાય છે. એક તરફ ગ્રહદશા તપાસાતી હોય છે, તો બીજી તરફ યુવકના પરિવારનું સામાજિક સ્થાન, આર્થિક શક્તિ જોવાતાં હોય છે, એજ રીતે યુવતીની પારિવારિક, સામાજિક કે પરિવારની આર્થિક કુંડળી પણ મંડાતી હોય છે. જ્યારે કોઈ સમાધાન સાધી લેવાનો સ્ટેજ આવે ત્યારે એમ કહેવાય કે, આટલું તો ચાલે! બસ, એજ વાત ઉપરોક્ત ચોવક કહેવા માગે છે: સિજ સઉંત ગિરૉ જખ મારી’ અહીં પ્રથમ પ્રયોજાયો છે:સિજ સઉં’, જેનો અર્થ થાય છે કે સૂર્ય દશા સારી’.ગિરૉ’ એટલે ગ્રહ. `જખ મારી’નો અર્થ થાય છે: જખ મારે! મતલબ કે તેની ચિંતા કરવાની જરૂર ન હોય!
Also read : વાંકાનેર નાગાબાવાના મેળામાં જલેબી-ભજિયાનો પ્રસાદ ધરાવાય છે…!
હવે ચોવકનો શબ્દાર્થ છે: જેની સૂર્યદશા સારી હોય તેને અન્ય ગ્રહોના નડતરની ચિંતા ન કરવી. પણ, ભાવાર્થ એ છે કે, કોઈપણ પ્રકારનો નિર્ણય લેતી વખતે જો મૂળ બાબત બરાબર જણાય તો, નાની મોટી અધૂરાશોને પહોંચી વળાય!
સૂરજની વાત આવી તો ગુજરાતી કહેવત યાદ આવી: સૂરજ છાબડે ઢાંકયો ન રહે, તો વળી ચોવક એમ કહે છે કે: સિજ કે થંભ ન અચેં’ અહીંસિજ’નો અર્થ થાય છે: સૂરજ. કે’ એટલેને’ અને થંભ ન અચે’ એ શબ્દોના સમૂહનો અર્થ થાય છે:રોકી ન શકાય’ ચોવકનો શબ્દાર્થ છે: સૂરજને કોઈ રીતે રોકી ન શકાય, પરંતુ ભાવાર્થ એ છે કે: કોઈ રોકી ન શકાય તેવી ઘટના, જે બનીને જ રહેવાની કોઈ કાર્ય પૂરું કરવાના ધ્યેય માટે પણ સૂર્યને, ચોવકમાં પ્રતીક બનાવાયું છે. ચોવક છે:
Also read : કશું કાયમી નથી, દેવોનું રાજ પણ નહીં !
સિજ ખુટે કાં બિજ ખુટે’સિજ ખૂટે’ એ બે શબ્દના સમૂહનો અર્થ થાય છે: સૂર્ય વિદાય લે અને કાં’નો અર્થ થાય છે: તો.બિજ ખુટે’ મૂળ અર્થ બીજ ખુટે’ તેવો થાય પરંતુ અહીં તે કાર્ય પૂર્તિ માટે પ્રયોજાયો છે. અર્થ એવો થાય છે કે: જ્યાં સુધી સૂર્ય છે, ત્યાં સુધી કાર્યસિદ્ધિ માટે મથતા રહેવું. ભાવાર્થ પણ એજ છે કે,કામ પૂરું કરવાનું ધ્યેય!’