સ્પોર્ટસ

આ લૈલા ફૈઝલ કોણ છે? ઓપનર અભિષેક શર્માની ગર્લફ્રેન્ડ છે?

મુંબઈ/ચંડીગઢ: આક્રમક અને સ્ટાઇલિશ લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર અભિષેક શર્માએ રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20માં રેકોર્ડ-બ્રેક 13 સિક્સરની મદદથી બનાવેલા વિક્રમજનક 135 રનને કારણે ફરી ન્યૂઝમાં ચમકવા લાગ્યો છે. તેની સાથે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ લૈલા ફૈઝલ પણ મીડિયામાં ચમકવા લાગી છે.

Also read : વિરાટ ફરી આરસીબીની કૅપ્ટન્સી સ્વીકારશે? જોકે બીજા ચાર-પાંચ ઉમેદવાર હોવાનો માલિકોનો દાવો

ત્રણ દિવસથી એક અહેવાલ ફેલાયો છે કે અભિષેક શર્માનું લૈલા ફૈઝલ સાથે ડેટિંગ ચાલે છે.
લૈલા ફૈઝલ જાણીતી ફેશન ઑન્ટ્રપ્રનર છે. લૈલા રુહી ફૈઝલ ડિઝાઇન્સ નામની કંપનીની તે સ્થાપક છે. સોશિયલ મીડિયામાં આ કંપની ખૂબ પ્રચલિત છે.

આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતા અભિષેકે રવિવારે વાનખેડેમાં જબરદસ્ત પર્ફોર્મન્સ સાથે ભારતને વિજય અપાવ્યો ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ પર લૈલાએ ‘પ્રાઉડ’ શબ્દ સાથે અભિષેકને અભિનંદન આપ્યા એને પગલે અભિષેકના ચાહકો એવું માની રહ્યા છે કે અભિષેક અને લૈલા વચ્ચે રિલેશનશિપ છે.

જોકે અભિષેક કે લૈલા બેમાંથી કોઈએ પણ આ અફવાને સત્તાવાર રીતે પુષ્ટિ નથી આપી.

Also read : Viral Video: Mukesh Ambani ને પોતાની જગ્યા પરથી ઉઠવા માટે મજબૂર કર્યા આ તોફાની બેટ્સમેને…

આ પહેલાં અભિષેકનું નામ જાણીતી મૉડેલ તાન્યા સિંહ સાથે ચર્ચામાં હતું. કમનસીબે તાન્યાએ 2024ના ફેબ્રુઆરીમાં સુરતમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અને એ બનાવની તપાસ દરમ્યાયાન સુરત પોલીસે અભિષેકને બોલાવ્યો હતો અને સાડા ચાર કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. કહેવાય છે કે તાન્યાએ છેલ્લો ફોન-કૉલ અભિષેકને કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button