Delhi Assembly election: 11 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન, ઉપરાષ્ટ્રપતિ અને CJIએ કર્યું મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરુ(Delhi Assembly election Voting) થઇ ગયું છે, મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 20 ટકા મતદાન નોંધાયું છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર 13,766 મતદાન મથકો પર મતદાન થશે થઇ રહ્યું છે, આજે સાંજે છ વાગ્યે 699 ઉમેદવારોના ભાવિનો EVMમાં કેદ થઇ જશે.
ઉપરાષ્ટ્રપતિ મતદાન કર્યું:
દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (Jagdeep Dhankhar) તેમની પત્ની સાથે નોર્થ એવન્યુ પર આવેલા CPWD સર્વિસ સેન્ટરના મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતાં, આ દરમિયાન તેઓ અન્ય મતદારો સાથે કતારમાં ઉભા જોવા મળ્યા હતાં. તેમને ત્યાં હાજર મતદારો સાથે વાતો પણ કરી.
સોનિયા ગાંધી અને પ્રીયકા ગાંધીએ મત આપ્યો:
કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી મતદાન કરવા માટે નિર્મલ ભવન પહોંચ્યા હતાં. આ દરમિયાન, તેમના દીકરી પ્રિયંકા ગાંધી અને નવી દિલ્હી વિધાનસભા બેઠકના ઉમેદવાર સંદીપ દીક્ષિત પણ તેમની સાથે જોવા મળ્યા.
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા અને પુત્ર રેહાન વાડ્રાને લોધી એસ્ટેટ સ્થિત મતદાન મથક પર પહોંચીને મતદાન કર્યું હતું.
CJIએ મત આપ્યો:
ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ નિર્મલ ભવનના મતદાન મથક પર મતદાન કર્યું.
આ પણ વાંચો…ઓડિશામાં ટ્રેન દુર્ઘટના; માલગાડી પાટા પરથી ઉતરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ…
સીલમપુર વિસ્તારમાં હોબાળો:
દિલ્હીના સીલમપુર વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા. બુરખાને બાબતે વિવાદ શરૂ થયો છે. ભાજપનો આરોપ છે કે બુરખો પહેરીને AAP કાર્યકરો અહીં બોગસ મતદાન કરાવી રહ્યા છે. ભાજપના કાર્યકરોના વિરોધ સામે AAPના કાર્યકરો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ બંને પક્ષના નેતાઓ અને કાર્યકરોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.