મુંબઈ: ગઈ કાલે ભારતીય શેરબજારમાં મોટા વધારા સાથે બંધ થયું હતું, આજે પણ બજાર રોકાણકારોને ખુશ કરે તેવા સંકેત દેખાય રહ્યા (Indian Stock Market) છે. આજે બુધવારે ભારતીય શેરબજારની પોઝીટીવ શરૂઆત થઇ છે, બજાર સામાન્ય વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું.
આજે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 120.79 પોઈન્ટના વધારા સાથે 78,704.60 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જનો(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 62.50 પોઈન્ટના વધારા સાથે 23,801.75 પોઈન્ટ પર ખુલ્યો.
આ બેંકના શેર ઉછાળ્યા:
આજે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની 30 શેરમાંથી 17 શેર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બાકીના 13 શેર રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટના 50 માંથી 27 શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા અને બાકીની 23 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શરૂઆતમાં સેન્સેક્સ ઇન્ડસઇન્ડ બેંકના શેર સૌથી વધુ 1.62 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે એશિયન પેઇન્ટ્સના શેર સૌથી વધુ 4.26 ટકાના ઘટાડો નોંધાયો હતો.
મુખ્ય શેર્સના હાલ:
આજે બજારની શરૂઆતમાં સેન્સેક્સમાં પાવર ગ્રીડ 1.10 ટકા, NTPC 1.03 ટકા, અદાણી પોર્ટ્સ 0.51 ટકા, ઇન્ફોસિસ 0.50 ટકા, HDFC બેંક 0.38 ટકા, ટાટા મોટર્સ 0.35 ટકા, બજાજ ફાઇનાન્સ 0.33 ટકા, ટાટા સ્ટીલ 0.30 ટકા, એક્સિસ બેંક 0.25 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.24 ટકા, ઝોમેટો 0.21 ટકા, ભારતી એરટેલ 0.21 ટકા, ટેક મહિન્દ્રા 0.20 ટકા, TCS 0.18 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.04 ટકા અને ICICI બેંકના શેર 0.03 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો…આધુનિક, ગુણવત્તા સભર, ડિજિટલ શિક્ષણ માટે ૩,૯૫૫.૬૪ કરોડ ફાળવાયા…
જ્યારે નેસ્લે ઈન્ડિયા 1.59 ટકા, ટાઇટન 1.03 ટકા, સન ફાર્મા 0.68 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.56 ટકા, એચસીએલ ટેક 0.55 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.55 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.48 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.35 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.26 ટકા, મારુતિ સુઝુકી 0.22 ટકા, આઈટીસી 0.18 ટકા અને બજાજ ફિનસર્વ 0.12 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.