ઇન્ટરનેશનલસ્પોર્ટસ

વર્લ્ડકપ રમતા આ ખેલાડીના માથે તૂટી પડ્યો દુઃખનો પહાડ

ઈમોશનલ પોસ્ટ દ્વારા વ્યક્ત કર્યું પોતાનું દર્દ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેના સંબંધીનું અવસાન થયું છે. શાહિદે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

શાહિદ આફ્રિદીએ સોમવારે પોતાના ફેન્સ સાથે એક ખૂબ જ હેરાન કરનાર સમાચાર શેર કર્યા હતા. આફ્રિદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે તેની બહેનની તબિયત નાજુક થઈ ગઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આફ્રિદીએ ચાહકોને તેની બહેન માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.


પરંતુ મંગળવારે સવારે જ સમાચાર મળ્યા હતા કે તેની બહેનનું નિધન થયું છે. આફ્રિદીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું કે – ભારે હૃદય સાથે, અમે તમને જણાવીએ છીએ કે અમારી પ્રિય બહેનનું નિધન થયું છે અને તેમની નમાઝ-એ-જનાઝા 17.10.2023ના રોજ ઝકરિયા મસ્જિદ મેઇન 26મી સ્ટ્રીટ ખયાબાન-એ-ગાલિબ DHA ખાતે ઝહુર નમાઝ પછી યોજાશે.

શાહિદ આફ્રિદીને 5 ભાઈઓ અને 5 બહેનો છે. તેના ભાઈઓ અશરફ આફ્રિદી અને તારિક આફ્રિદી પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. બંને ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા પરંતુ શાહિદની જેમ તેમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તક મળી ન હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button