ટોપ ન્યૂઝનેશનલ

Delhi assembly election: રાષ્ટ્રપતિ મુર્મુ અને રાહુલ ગાંધીએ મતદાન કર્યું, આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ (Delhi assembly electionvoting) થઈ ગયું છે, દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિએ કર્યું મતદાન:
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું. આ મતદાન કેન્દ્રને શણગારવામાં આવ્યું છે. મતદાન કર્યા પછી, રાષ્ટ્રપતિએ મતદાન મથકની બહાર એક ફોટો પણ ક્લિક કરાવ્યો.

રાહુલ ગાંધીએ કર્યું મતદાન:
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નિર્માણ ભવનમાં સ્થાપિત મતદાન મથક પર મતદાન કર્યું.

સેના વડાએ કર્યું મતદાન:
ભારતીય સેના વડા ઉપેન્દ્ર દ્વિવેદીએ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના કે.કે. કામરાજ લેન પર સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું.

કેન્દ્રીય પ્રધાનોએ કર્યું મતદાન:
કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી તેમની પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં. તેમણે આનંદ નિકેતનમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મતદાન મથક પર પોતાનો મતદાન કર્યું. વિદેશ પ્રધાન એસ જયશંકરે તુઘલક ક્રેસન્ટ સ્થિત NDMC સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝના મતદાન મથક પર મતદાન કર્યું. મતદાન કર્યા પછી તેમણે કહ્યું કે દિલ્હીના લોકો પરિવર્તનના મૂડમાં છે.

આ પણ વાંચો…પીએમ મોદી આજે મહાકુંભમાં જશે, પ્રયાગરાજમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ…

આતિશી કાલકાજીના શરણે:
દિલ્હીના મુખ્યપ્રધાન અને કાલકાજી બેઠક પરથી AAPના ઉમેદવાર આતિશી કાલકાજી મંદિર પહોંચ્યા હતાં અને પૂજા કરી. આ બેઠક પરથી કોંગ્રેસે અલકા લાંબાને અને ભાજપે રમેશ બિધુરીને મેદાનમાં ઉતાર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button