નવી દિલ્હી: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન (Delhi assembly election voting) થઇ રહ્યું છે. દિલ્હીની તમામ 70 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, દિલ્હીના 1.5 કરોડથી વધુ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે સાંજે, લગભગ 700 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ જશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરી એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે.
Also read : વિદેશનીતિ સમજવા રાહુલ ગાંધીને પીએમ મોદીએ શું આપી સલાહ?
વડાપ્રધાનની અપીલ:
વડાપ્રધાન મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા લોકોને અપીલ કરી છે. સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં વડાપ્રધાને લખ્યું, “દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું મતદારોને લોકશાહીના આ ઉત્સવમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા અપીલ કરું છું. આ પ્રસંગે, પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ. યાદ રાખો- પહેલા મતદાન, પછી જલપાન!”
અરવિંદ કેજરીવાલે શું કહ્યું?
આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે X પર લખ્યું, “પ્રિય દિલ્હીવાસીઓ, આજે મતદાન કરવાનો દિવસ છે. તમારો મત ફક્ત એક બટન નથી, તે તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. અહીં સારી શાળાઓ છે, ઉત્તમ હોસ્પિટલો છે અને દરેક પરિવારને સન્માનજનક જીવન જીવવાની તક મળે છે. આજે આપણે જૂઠાણા, નફરત અને ભયના રાજકારણને હરાવવાનું છે અને સત્ય, વિકાસ અને પ્રામાણિકતાને જીત અપાવવી છે. પોતે મતદાન કરો અને તમારા પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ પ્રેરણા આપો.”
Also read : Delhi Election પૂર્વે અરવિંદ કેજરીવાલે કરી ચૂંટણી પંચ સાથે બેઠક, કરી આ રજૂઆત
ગુંડાગીરી હારશે, દિલ્હી જીતશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ છે. જો આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીતે છે, તો તે સતત ત્રીજી વખત સત્તામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ પણ આ ચૂંટણી જીતીને સત્તામાં પાછા ફરવાનો ચોક્કસ પ્રયાસ કરશે. ભાજપ 25 વર્ષથી વધુ સમયથી દિલ્હીમાં સત્તાની બહાર છે જ્યારે કોંગ્રેસ 2013 થી સત્તાની બહાર છે. આ વખતે દિલ્હી ચૂંટણીમાં 699 ઉમેદવારો મેદાનમાં છે.