સ્પોર્ટસ

સાઉથ આફ્રિકા બે વર્ષમાં આટલા ટી-20 વર્લ્ડ કપ હાર્યું!

ડરબનઃ વર્ષોથી સાઉથ આફ્રિકાના પુરુષ ક્રિકેટરોની ગણના `ચૉકર્સ’ તરીકે થાય છે અને એમાં હવે એની મહિલા ક્રિકેટરોનો પણ ઉમેરો થઈ ગયો છે એમ કહી શકાય. છેલ્લા બે વર્ષમાં સાઉથ આફ્રિકા ટી-20ના કુલ ચાર વર્લ્ડ કપ હાર્યું છે. નવાઈની વાત એ છે કે આ ચારમાંથી ત્રણ પરાજય મહિલા ક્રિકેટરોના છે.

આ પણ વાંચો: Pakistan માં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમની સુરક્ષા વધારાઈ, જાણો કારણ

ટ્રોફીની લગોલગ (ફાઇનલમાં) આવીને પરાજિત થવામાં સાઉથ આફ્રિકાની તોલે કોઈ ન આવે. ટી-20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પરાજિત થવાની સાઉથ આફ્રિકાની પરંપરા 2023ની સાલમાં શરૂ થઈ હતી. 2023માં સાઉથ આફ્રિકાની મહિલા ટીમ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે પરાજિત થઈ હતી. 2024માં પુરુષોના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામેની હારને પગલે સાઉથ આફ્રિકાની મેન્સ ટીમે આઘાત સહન કરવો પડ્યો હતો.

2024માં જ સાઉથ આફ્રિકાની મહિલા ટીમ ન્યૂ ઝીલૅન્ડ સામેની ફાઇનલની હારને કારણે વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફીથી વંચિત રહી ગઈ હતી. હવે 2025માં સાઉથ આફ્રિકાની મહિલા ટીમે ભારત સામેની ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં નવ વિકેટે પરાજય જોયો અને એ સાથે સાઉથ આફ્રિકાએ સતત ચોથા વિશ્વ કપની ટ્રોફી હાથમાંથી સરી જતી જોવી પડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button