What’sApp લાવી રહ્યું છે શાનદાન ફીચર, યુઝર્સને થશે ફાયદો, જાણી લેશો તો ખુશીથી ઉછળી પડશો…
વોટ્સએપ (What’sApp)એ આજના સમયનું સૌથી લોકપ્રિય અને વધુ ઉપયોગમાં લેવાતું માધ્યમ બની ગયું છે. આ કમ્યુનિકેશન એપથી તમે તમારાથી હજારો કિલોમીટર દૂર રહેતાં પ્રિયજન સાથે વીડિયો કોલ, મેસેજની આપ લે અને ફોટો-ફાઈલ્સ શેર કરી શકો છો. મેટાના સ્વામિત્વવાળી વોટ્સએપ પણ દર થોડા સમયે યુઝર્સના બેટર એક્સપિરીયન્સ માટે નવા નવા ફીચર લોન્ચ કરે છે. આજે અમે અહીં તમને વોટ્સએપના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.
મેટા દ્વારા આ મેસેજિંગ પ્લેટફોર્મ પર પહેલી વખત મે,2024ના વોટ્સએપ કમ્યુનિટીઝ એપ પર રજૂ કર્યું હતું. હવે રિપોર્ટ્સ અનુસાર કંપની આ ફીચરને પર્સનલ ચેટ્સમાં પણ ટેસ્ટ કરી રહી છે. ત્યાર બાદ એન્ડ્રોઈડ અને આઈએએસ યુઝર્સને ફાયદો મળશે. આ ફીચરને વૈશ્વિક સ્તરે તમામ યુઝર્સ માટે લાગુ કરવામાં આવશે. આ પહેલાં વોટ્સએપ એક એવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યો હતો જે યુઝર્સને તેમના સ્ટેટ્સ અપડેટમાં મ્યુઝિક અટેચ કરવાની સુવિધા આપવામાં આવે છે. એક્ઝેક્ટલી એ જ રીતે જે રીતે ઈન્સ્ટાગ્રામ પર આ ફીચર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: Smartphoneમાં રહેલાં આ ખાસ ફીચર વિશે જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતાં નહીં કીધુ નહોતું એમ…
રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર વોટ્સએપ હાલમાં એક એવા ફીચરનું ટેસ્ટિંગ કરવામાં જઈ રહ્યું છે જે યુઝર્સને તેમની પર્સનલ ચેટમાં ઈવેન્ટ બનાવવા અને તેને શેર કરવાની સુવિધા આપશે. આ ફીચર હાલમાં માત્ર ગ્રુપ ચેટ્સ અને કમ્યુનિટીઝમાં ઉપલબ્ધ છે. એને એન્ડ્રોઈડ વર્ઝન 2.25.3.6 અને આઈઓએસ વર્ઝન 25.2.10.73ના બીટા યુઝર્સ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
કેટલાક બીટા ટેસ્ટર્સને આ ઈવેન્ટ શેડ્યુલિંગ ફીચર મળી ચૂક્યું છે જ્યારે બાકીના યુઝર્સ માટે એને ધીરે ધીરે લાગુ કરવામાં આવશે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આગામી કેટલાક મહિનામાં આ ફીચર સામાન્ય યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. આ પહેલાં યુઝર્સને ઈવેન્ટ શેડ્યુલ કરવા માટે બે-વ્યક્તિના ગ્રુપ બનાવવા પડતા હતાસ પરંતુ આ નવા અપડેટ બાદ તેઓ પર્સનલ ચેટમાં જ આની વ્યવસ્થા કરી શકશે. આ ફીચર આવશ્યક માહિતી એક જ મેસેજમાં ભેગી કરીને વારંવાર મેસેજ મોકલવાની કડાકૂટમાંથી મુક્તિ આપશે.