જયા બચ્ચનની ટિપ્પણી મુદ્દે અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું ‘ડિપ્રેશનનો શિકાર’ બન્યાં છે…
નવી દિલ્હીઃ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને બોલીવુડના અભિનેત્રી જયા બચ્ચની ટિપ્પણીને લઈને રાજકારણમાં ધમાલ મચી છે. તેમણે કુંભમેળામાં થયેલી ભાગદોડ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે મૃતદેહોને ગંગામાં વહાવી દેવામાં આવતા કુંભનું પાણી આ સમયે સૌથી વધુ પ્રદૂષિત છે. તેમની આ ટિપ્પણી પર અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
શું જયા બચ્ચન મહાકુંભમાં આવ્યા હતા?
જયા બચ્ચનના નિવેદન પર અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ‘જયા બચ્ચને આવું નહોંતુ કહેવું જોઈતું.’ તેમણે કહ્યું કે મૃતદેહોને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા.
આપણ વાંચો: કુંભની નાસભાગ મુદ્દે જયા બચ્ચનનો વિવાદાસ્પદ દાવોઃ વીએચપીએ ધરપકડ કરવાની કરી માગણી
શું તેઓએ આ બનતું જોયું? શું તે મહાકુંભમાં આવ્યા હતા? તેમણે એમ પણ કહ્યું કે ભીડ એટલી મોટી નહોતી જેટલી બતાવવામાં આવી છે. જો તે મહાકુંભમાં આવી હોત, તો તેને ખબર હોત કે અહીં કરોડો ભક્તો કેવી રીતે એકઠા થયા છે.
જયા બચ્ચન ડિપ્રેશનનો શિકાર
જો તે મહાકુંભમાં આવી હોત, તો તેને ખબર હોત કે અહીં કરોડો ભક્તો કેવી રીતે એકઠા થયા છે. તેમનો દાવો છે કે મૃતદેહોને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. શું તેણે આ સાબિત કરવા માટે કોઈ વિડિઓ જોયો? હું તેમના નિવેદનની નિંદા કરું છું.
અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું હતું કે જયા બચ્ચન ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે અને તેમણે પોતાની સારવાર કરાવવાની જરૂર છે. તે બીમાર પડી ગયા છે, તેથી જ તે આવા નિવેદનો આપી રહી છે.
આપણ વાંચો: Video: ‘તે એક્ટિંગ કરે છે, એવોર્ડ આપવો જોઈએ’, જયા બચ્ચને ઘાયલ BJP સાંસદો માટે કહી આ વાત
VHPએ કરી છે ધરપકડની માંગ
તેમના આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ તેમની ધરપકડની માંગ કરી છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધાર્મિક સંગઠનો એ પણ જયા બચ્ચનના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.
વીએચપીના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે ખોટા અને સનસનાટી ભર્યા નિવેદનો કરવા બદલ જયા બચ્ચનની ધરપકડ કરવી જોઈએ. મહાકુંભએ ઇશ્વરીય શ્રદ્ધા અને ભક્તિનો આધાર છે. મહાકુંભમાં ધર્મ કર્મ અને મોક્ષ મળે છે. અહીં કરોડો ભક્તોની લાગણી જોડાયેલી છે. અને એના માટે જયા બચ્ચન આવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે, જે દુઃખદ છે.